Saturday, September 25, 2021
Homeસુરત : કાપડના વેપારીને પાર્સલમાં પિસ્તોલ મોકલી અપાઈ ધમકી
Array

સુરત : કાપડના વેપારીને પાર્સલમાં પિસ્તોલ મોકલી અપાઈ ધમકી

રિંગરોડની શિવશક્તિ માર્કેટના વેપારીને ગુરુવારે એક અજાણ્યા કિશોર દ્વારા અપાયેલા પાર્સલમાંથી પિસ્તોલ અને કારતુસ નીકળ્યા હતા. તેમાં એક ચિટ્ઠી હતી જેમાં ત્રણ કરોડની ખંડણી માંગી હોવાની માહિતી મળી છે પરંતુ પોલીસે માહિતી આપવાનો ઇનકાર કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શિવશક્તિ માર્કેટના વેપારીને બપોરે 17 વર્ષનો એક કિશોર પાર્સલ આપી જતો રહ્યો હતો. પાર્સલ ખોલતા તેમાં એક પિસ્તોલ અ્ને ચારેક કારતુસ હતા. તેમાં હિંદીભાષામાં લખાયેલી એક ચિટ્ઠી લખી હતી. તેમાં 3 કરોડની ખંડણીની માંગણી કરાઇ હતી.

ચિઠ્ઠીમાં ધમકી મળી

જેમાં લખ્યું હતું કે, ‘તીન કરોડ રૂપિયા દે દો, નહીં તો ખતમ કર દેંગે. પુલિસકો બતાનેકી કોશિશ મત કરના વરના દેખ લેના.’ પિસ્તોલ અને ધમકીભરેલી ચિટ્ઠી જોઈને વેપારી ગભરાઈ ગયો હતો વેપારીના અન્ય ત્રણ ભાઈ પણ કાપડનો વેપાર કરે છે. સાંજે આરોપીઓનો ધમકી ભર્યો ફોન પણ આવ્યો હતો. ત્યાર બાદ વેપારીએ સલાબતપુરા પોલીસ સ્ટેશને જઈને તમામ હકિકત જણાવી હતી.ઉચ્ચ અધિકારીઓ સલાબતપુરા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. વેપારીના ઘરે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. મોડી રાત સુધી આ પ્રકરણમાં હજી ફરિયાદ નોંધાઈ નથી.

પોલીસે ખંડણીખોરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસે ખંડણીખોરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસે તપાસ આદરી

પોલીસે આ બાબતે પોલીસે વેપારીના જીવને જોખમ હોવાનું કહીને કાંઈ પણ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. વેપારી ભાઈઓના નામ લોકેશ જૈન, યોગેશ જૈન અને અનિલ જૈન છે. આરોપીએ ચિટ્ઠીમાં વેપારીના ભાઈઓના નામ પણ લખ્યા છે. વેપારીએ સિટીલાઈટ વિસ્તારમાં રહે છે. આરોપીઓએ પિસ્તોલ મોકલીને ધમકી આપી હોવાથી વેપારીઓના ઘરે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ક્રાઈમ બ્રાંચ, પીસીબી પણ પોલીસ સ્ટેશન અને વેપારીના દુકાને પહોંચી હતી. પોલીસે સીસીટીવી ફુટેજ અને મોબાઇલ ફોનની તપાસ આદરી છે. પોલીસને શંકા છે કે આરોપી લોકલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments