Saturday, September 18, 2021
Homeગુજરાતસુરત : રસ્તામાં આંતરી માર મારી લૂંટનો પ્રયાસ કરનાર સામે વેપારીએ મજબૂતાઈથી...

સુરત : રસ્તામાં આંતરી માર મારી લૂંટનો પ્રયાસ કરનાર સામે વેપારીએ મજબૂતાઈથી પ્રતિકાર કર્યો

સુરતનાપુણા નિયોલ ગામ નજીક પગપાળા માતાજીના દર્શને નીકળેલા કાપડ વેપારીને જાહેરમાં અપહરણ કરી લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. પુણા પોલીસ ચોકીના 500 મીટરમાં જ વેપારીને માર મારી લૂંટની કોશિષ કરનાર ઓટો રીક્ષા સવાર સહિત ત્રણને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા. વેપારી નિર્મલભાઈ બુર્બએ જણાવ્યું હતું કે, શર્ટનો કોલર પકડી મારવા લાગ્યા હતા. ત્યારબાદ ગળામાંથી ચેઇન તોડવાનો અને ખિસ્સામાંથી મોબાઈલ લૂંટવાના પ્રયાસ કરી રિક્ષામાં બેસી જવા દબાણ કરતા હતા. જોકે 10 મિનિટની આ ઘટનામાં મજબૂતાઈથી પ્રતિકાર કરતા તેઓ ભાગી ગયા હતા.બાદમાં પોલીસે તમામને ઝડપી લીધા હતા.

માતાજીના દર્શને જતી વખતે લૂંટનો બનાવ

નિર્મલ ઓમપ્રકાશ બુર્બ (કાપડ વેપારી) એ જણાવ્યું હતું કે, સોમવારની મોડી સાંજે તેઓ પિતરાઈભાઈ દિનેશ સોની સાથે પગપાળા કડોદરાના માતાજીના દર્શને જવા નીકળ્યા હતા. લગભગ બે કલાકમાં 7 કિલો મીટરનું અંતર કાપી લગભગ સાંજે 6 વાગે નિયોલ ગામ પાસે પાણીની બોટલ લેવા ઉભા રહ્યા હતા. ત્યારે અચાનક ઓટો રીક્ષામાં આવેલા ચાલક સહિત ત્રણ જણા એમની ઉપર તૂટી પડ્યા હતા. ઢળતી સાંજે થયેલા હુમલામાં ત્રણ પૈકી એક કોલર પકડી સોનાની ચેઇન તોડવાનો પ્રયાસ કરતો હતો. બીજો ઈસમ ખિસ્સામાંથી મોંઘો મોબાઈલ કાઢવાનો પ્રયાસ કરતો હતો. અને ત્રીજો ઈસમ મારઝૂડ કરતો હતો.

લૂંટારૂઓ સામે પ્રતિકાર કર્યો

લૂંટના પ્રયાસથી રાહદારીઓ પણ આશ્ચર્યમાં પડી ગયા હતા.લગભગ 10-15 મિનિટ સુધી મારા મારી કર્યા બાદ પણ બન્ને ભાઈઓએ જોરદાર પ્રતિકાર કરતા લૂંટારૂઓ ડરી ગયા હતા. 500 મીટરમાં જ પોલીસ ચોકી હતી. લોકો ભેગા થઈ રહ્યા હતા. વારંવાર લૂંટારૂઓ બન્ને ભાઈઓને દબાણ કરી રીક્ષામાં બેસી જવા દબાણ કરી રહ્યા હતા. જોકે આખરે કોઈ મદદ મળે એ પહેલાં જ લૂંટારૂઓ ભાગી જતા પોલીસ આવી હતી. પુણા પોલીસના જવાનોએ તાત્કાલિક આ બાબતે ફરિયાદ નોંધી ગણતરીના કલાકોમાં આખી ગેંગને પકડી પાડી હતી. એટલું જ નહીં પણ તમામ સામે ગુનો નોંધી કાયદેસરની ફરિયાદ દાખલ કરી ઓળખ પરેડ પણ કરાવી દીધી હતી. ત્રણેય લૂંટારૂઓ ગુજરાતી ભાષા બોલતા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments