Tuesday, September 21, 2021
Homeસુરત : નાના વરાછામાં લારીવાળાને જવા દેવાની વિનંતી કરનાર વેપારીને પોલીસે ઢોર...
Array

સુરત : નાના વરાછામાં લારીવાળાને જવા દેવાની વિનંતી કરનાર વેપારીને પોલીસે ઢોર માર મારી અધમૂવો કરી નાખ્યો

નાના વરાછા પોલીસ ચોકીએ લઇ જઇ રહેલા લારીવાળાને છોડી દેવા વિનંતી કરતા વેપારીને પોલીસે ઢોરમાર મારતા તે બેભાન થઇ ગયો હતો. નાના વરાછા જલારામ સોસાયટીમાં રહેતા સ્ટીલના પાઇપના વેપારી 35 વર્ષીય નરદીપસિંહ શોલુભાઈ ગોહિલ 16મી તારીખે દુકાન બંધ કરીને ઘરે જઇ રહ્યા હતા ત્યારે પોલીસવાળા એક લારીવાળાને ચોકીમાં લઈ જઇ રહ્યા હતા. ત્યારે નરદીપે પોલીસને લારીવાળાને જવા દેવા વિનંતી કરી હતી.

નરદીપની વાતથી ઉશ્કેરાયેલા પોલીસ વાળાઓ તેને પણ બાઈકથી ખેંચીને ચોકી લઈ ગયા હતા. ચોકીમાં નરદીપને ગાળો આપીને બે પોલીસવાળા નરદીપના પગ પર ઉભા રહીને દંડાથી પગ, પેટ અને મોઢાના ભાગે માર માર્યો હતો. મોઢામાંથી લોહી નીકળતા નરદીપને તેના પિતાને ફોન કરવા દીધો હતો. ત્યાર બાદ નરદીપ થોડીવાર સુધી ચોકીમાં બેભાન રહ્યો હતો.નરદીપના પિતા તેને હોસ્પિટલ લઇ ગયા હતા. ધક્કા ખાધા કાપોદ્રા પોલીસે પોલીસકર્મી દિલીપ ડી રાઠોડ, સંજય કણજારિયા, જય અને હરદીપ સામે ફરિયાદ નોંધી છે.

કાપોદ્રામાં પોલીસે ઢોર માર મારતાં વેપારીને ગંભીર ઈજાઓ થઈ હતી.

કાપોદ્રામાં પોલીસે ઢોર માર મારતાં વેપારીને ગંભીર ઈજાઓ થઈ હતી.

સીપીને રજુઆત કરી છતાં પરિણામ શુન્ય

નરદીપસિંહના પિતા શોલુભાઈએ જણાવ્યું હતું કે 16 તારીખે પોલીસે માર માર્યો હતો. અમે ફરિયાદ કરવા તો પોલીસે ફરિયાદ લીધી ન હતી. પોલીસ કમિશનરને રજુઆત કરી છતાં તાત્કાલિક ફરિયાદ નોંધાઇ ન હતી. એટલું જ નહીં પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરવા અમારા પર ઘણું દબાણ કરાયું હતું. અંતે ગૃહ વિભાગને ફરિયાદ કરતા કાપોદ્રા પોલીસે સામાન્ય કલમ હેઠળ ફરિયાદ નોંધી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments