Saturday, September 18, 2021
Homeગુજરાતસુરત : બે વર્ષનું બાળક મોબાઈલમાં વિડીયો જોતી વેળા, ચોથા માળેથી પટકાયા

સુરત : બે વર્ષનું બાળક મોબાઈલમાં વિડીયો જોતી વેળા, ચોથા માળેથી પટકાયા

સુરતના લિંબાયત વિસ્તારમાં એક હૃદય દ્રાવક ઘટના ઘટી છે. નાના બાળકોના માતા-પિતા માટે લાલબત્તી સમાન આ ઘટના છે. બે વર્ષનું બાળક મોબાઈલમાં વિડીયો જોતી વેળા, ચોથા માળેથી પટકાયાની ઘટનાએ અરેરાટી ફેલાવી દીધી છે.

CCTV આવ્યા સામે

આ ઘટનાના CCTV દૃશ્યો સામે આવ્યા છે. ગમે તેવા મજબૂત દિલના માનવીનું પણ કાળજું કંપી જાય તેવી આ ઘટનામાં લિંબાયત વિસ્તારના પ્રતાપ પૂરા વિસ્તારમાં બની છે. અહીં મહિના પહેલા જ રહેવા આવેલા વસીમ અન્સારી જેઓ, ફોલ્દીન્ગનું કામ કરે છે. તેમનો એકનો એક પુત્ર વારીસ ( ઉ.2 વર્ષ ) અને તેની માતા ઘરે હતા. બાળકની માતાએ, બાળકને બપોરનું ભોજન કરાવ્યું અને હાથમાં મોબાઈલ આપી દીધો. બાળકને મોબાઈલમાં કાર્ટૂન જોવાની મજા પડી અને રમત-રમતમાં તે બાલ્કનીમાં પહોચી ગયો. આ દરમિયાન, માતા બાથરૂમમાં ગઈ હતી.

માતા બાથરૂમમાં હતી

બાથરૂમથી પરત આવતા માતાએ પોતાના પુત્રને ના જોતા, ઘરમાં શોધ-ખોળ આદરી. એવામાં બારીની બહાર ધ્યાન પડતા તે નીચે દોડી ગઈ. માતાને ખબર પડી કે એક બાળક ચોથા માળેથી પટકાયું છે તે જાણી તેના હોશ ઉડી ગયા અને પતિને જાણ કરી.

હોસ્પીટલમાં સારવાર છતાં ..

એપાર્ટમેન્ટ નીચે એકત્રિત થયેલી ભીડમાંથી જાણવા મળ્યું કે, પટકાયેલા બાળકને નજીકની હોસ્પીટલમાં સારવાર અર્થે લઇ જવાયો છે. અંદાજે 55 કલાક દરમિયાનની સારવાર બાદ પણ બાળક બચી શક્યો નહતો.

ચેતવણી

નાના બાળકોના વાલીગણ માટે ચેતવણી રૂપ કિસ્સો એટલા માટે છે કે, પોતાનું બાળક શું કરે છે ? ક્યાં ફરે છે તેની બહુ ચિંતા માતા-પિતા કરતા નથી હોતા. બાળકને વ્યસ્ત રાખવા માતા-પિતા બાળકોના હાથમાં મોબાઈલ પકડાવી નિશ્ચિંત થઇ જતા હોય છે. આ ઘટના ખરેખર એવા માતા-પિતા માટે લાલબત્તી સમાન છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments