Friday, September 17, 2021
Homeસુરત : મહિલા TRB જવાનને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું
Array

સુરત : મહિલા TRB જવાનને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું

મૃતક TRB જવાન પ્રીતિબેન ચૌધરી. - Divya Bhaskar

સુરતમાં વરિયાવ-છાપરાભાઠા રોડ ઉપર ટ્રેલર દ્વારા એક્ટિવા સવાર મહિલા TRB જવાનને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ સાથે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. ટ્રેલર જય મા સંતોષી એજન્સીનું હોવાનું સામે આવ્યું છે. કાળનો કોળિયો બનેલી મહિલા TRBનું નામ પ્રીતિબેન પ્રવિણભાઇ ચૌધરી હોવાનું અને સવાર પાળીમાં ફરજ પર જતા પહેલા પહેલીવાર માતાને પગે લાગીને નીકળી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, મૃતક મહિલાના પિતાનું સાત વર્ષ પહેલાં અકસ્માતમાં મોત થયું હતું. ત્યારબાદથી નાની બહેન અને માનસિક બિમાર માતાની જવાબદારી ઉઠાવી રહી હતી. જોકે, હવે માતા અને બહેનનો આર્થિક સહારો જ અકસ્માતમાં છિનવાઈ ગયો છે.

માથું કચડાઈ જતા ઘટનાસ્થળે જ મોત

ટ્રેલરે એક્ટિવાને અડફેટે લીધા બાદ મહિલા TRBના માથા પરથી ટ્રેલર ફરી વળતા માથું કચડાઈ ગયું હતું. જેથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રેલર ચાલક સંદીપ બિંધની અટકાયત કરી જહાંગીરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

માથા પરથી ટ્રેલરનું ટાયર ફરી વળતા મોત.
માથા પરથી ટ્રેલરનું ટાયર ફરી વળતા મોત.

 

12 સુધીનો અભ્યાસ કરી TRBમાં જોડાઇ હતી

રાજેશભાઇ ચૌધરી (સંબંધી) એ જણાવ્યું હતું કે, પ્રીતિને નોકરી પર લાગીને લગભગ બે વર્ષ જ થયા હતા. પિતાનું 7 વર્ષ પહેલાં અકસ્માતમાં મૃત્યુ થયા બાદ પરિવારમાં પ્રીતિના મામા થોડી ઘણી આર્થિક મદદ કરતા હતા. જેમનું પણ અકસ્માતમાં મૃત્યુ થયા બાદ આખું પરિવાર તૂટી ગયું હતું. જોકે પ્રીતિ ધોરણ 12 સુધીનો અભ્યાસ કરી TRBમાં જોડાઇ ગઈ હતી. દુઃખની વાત એ છે કે એક નાની બહેન અને માનસિક બીમાર માતા તારાબેનનો આર્થિક સહારો અકસ્માતમાં છિનવાય ગયો છે.

પરિવાર પર આભ તૂટી પડ્યું

વધુમાં જણાવ્યું હતું કે, આજે સવારે પ્રીતિ માતાને પગે લાગી પહેલીવાર વરિયાવ જહાંગીરપુરા થઈ પોતાના નોકરીના સ્થળ પાલનપુર પાટીયા જઇ રહી હતી. કાળ મુખી ટ્રેલરે અડફેટે લઈ કચડી નાખી હોવાની વાત સાંભળી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. પ્રીતિ લગભગ બે મહિનાથી જ પાલનપુર પાટીયા નજીક નોકરી કરતી હતી. બે વર્ષની નોકરીમાં પ્રીતિએ માતાની સારવાર અને નાની બહેનની તમામ જવાબદારી નિભાવી છે.

ડ્રાઈવરની અટકાયત કરવામાં આવી.
ડ્રાઈવરની અટકાયત કરવામાં આવી.

 

નોકરી પર જવાનો રૂટ બદલ્યોને મોત આંબી ગયું

વધુમાં જણાવ્યું હતું કે રોજ પ્રીતિ તેની બે બહેનપણી સાથે નીકળતી હતી. આજે ખબર નહીં શુ થયું કે એ એકલી નીકળી હતી. પહેલીવાર માતાના પગે પડવું, પોતાની નોકરી પર જવાનો રૂટ બદલવો, અને બહેનપણી વગર નોકરી પર જવું એ વિધાતા એ લખેલો લેખ ની વ્યાખ્યા જ કહી શકાય છે.

મિત્રને બર્થડેની સરપ્રાઈઝ આપવની ઈચ્છા અધુરી રહી

યુરેશા (ઘર સામે રહેતી બહેનપણી) એ જણાવ્યું હતું કે પ્રેમાળ સ્વભાવની પ્રીતિ સાથે રોજ સાંજ પડે એટલે ઘર બહાર બેસવાનું થતું હતું. નોકરી પર પણ એની સાંથે જ જતી હતી. આવતીકાલે ગુરૂવારે બહેનપણીના જન્મ દિવસને લઈ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હતા અને સરપ્રાઈઝ આપવાના હતા. જોકે એની છેલ્લી ઈચ્છા મનમાં જ રહી ગઈ હતી.

પરિવારની મદદ કરવા પ્રયાસ કરાશે

પ્રિતી ચૌધરીના નોકરીના 2 વર્ષ જ થયા છે. જેથી તેનો ઈન્શ્યોરન્સ ન હોય આર્થિક રીતે મદદ રૂપ થવા તમામ કર્મચારીઓ આર્થિક યોગદાન આપે અને ટ્રાફિક વિભાગના અધિકારીઓ આર્થિક સહાય કરે એ બાબતે ટ્રાફિક ડીસીપી સાથે બેઠક કરવામાં આવશે. આ સાથે મૃતક પ્રિતીની નાની બહેન 18 વર્ષથી વધુ ઉંમરની હશે તો તેને પ્રિતીની જગ્યાએ નોકરી આપી પરિવારની મદદ કરવાનો પ્રયાસ કરાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments