Saturday, September 18, 2021
Homeસુરત : ઘરમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો
Array

સુરત : ઘરમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો

 

સુરતના દરિયા કિનારાના વિસ્તારમાં આવેલા હજીરાના દામકા ગામમાં મહિલાની હત્યા કરાયેલો મૃતદેહ ઘરમાંથી મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. રાત્રિ દરમિયાન પેટના ભાગે ઘા મારી વૃદ્ધ મહિલાની હત્યા કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. જોકે, બીજી બાજુ માતા-પુત્રનો ઝગડો હત્યાનું કારણ પણ હોય શકે એવી આશંકાઓ સામે આવી રહી છે.

માતા-પુત્રનો ઝગડો હત્યાનું કારણ પણ હોય શકે એવી આશંકાઓ સામે આવી રહી છે
માતા-પુત્રનો ઝગડો હત્યાનું કારણ પણ હોય શકે એવી આશંકાઓ સામે આવી રહી છે

માતા-પુત્ર સાથે રહેતા

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મૃતકનું નામ ગીતાબેન જોશી છે. તેમની ઉંમર લગભગ 51 વર્ષની આસપાસની છે. ગીતાબેનને એક પુત્ર છે અને એ કર્મકાંડ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. વહેલી સવારે ગીતાબેન એમના જ ઘરમાંથી હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે ઘટના સ્થળે દોડી તપાસ હાથ ધરી છે.

હત્યાનો ભોગ બનેલા ગીતા બેન ઘર કામ કરતાં હતાં.
હત્યાનો ભોગ બનેલા ગીતા બેન ઘર કામ કરતાં હતાં.

હત્યા થયાની આશંકા

હત્યાનો ભોગ બનેલા ગીતા બેન ઘર કામ કરતાં હતાં. તેમનો પુત્ર સાથે ઝઘડો ચાલતો હતો. જોકે હજી સુધી હત્યારા કે હત્યાના કારણ વિશે જાણી શકાયું નથી. પરંતુ પેટમાં ઘા મારી ગીતાબેનની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. જેની હાલ પોલીસ તપાસ કરી રહીછે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments