સુરત : મોટા વરાછામાં રાત્રે બે વાગ્યે રોડ પર ફેંકી દેવાયેલી નવજાત બાળકી મળી આવી

0
29

સુરતઃમોટા વરાછામાં આવેલા ખાટી ફળિયામાંથી રોડ ઉપર ફેંકી દેવાયેલી નવજાત બાળકી મળી આવી હતી. પ્રસૂતિના બે કલાક બાદ માતાએ કપડામાં વિંટાળી બાળકીને ત્યજી દીધી હતી.રાત્રે 2 વાગે રાહદારીએ પોલીસને જાણ કરી હતી. જેથી ઘટના સ્થળે દોડી ગયેલી પોલીસે બાળકીનો શ્વાસ ચાલતો જોઈ 108ને બોલાવી હતી. 108ની ટીમે બાળકીને સ્મીમેર હોસ્પિટલ ખસેડી હતી. હાલ બાળકી તંદુરસ્ત છે જો કે, નિષ્ઠુર માતાએ બાળકી ત્યજતા લોકોમાં ફીટકાર વરસી હતી.

108ની ટીમે બચાવ્યો જીવ

વરાછા લોકેશનના 108ના EMT રાકેશ પરમાર અને પાઇલોટ મહેન્દ્ર બારીયાએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી નવજાત બાળકીને સારવાર આપી સ્મીમેર લઈ ગયા હતાં. બાળકીને મોઢા પર ધૂળ લાગી હતી, ફીણ નીકળતું હતું. બાળકીનું શરીર ઠંડુ પડતું હતું. જેને લઈ તાત્કાલિક હેલોજન લાઇટની હિટ આપી બાળકીના શરીરનું તાપમાન નોર્મલ કર્યું હતું. ત્યારબાદ બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી તાત્કાલિક એમ્બ્યુઝ બેગથી કુદરતી શ્વાસ આપ્યો અને ઓક્સિજન પર લઈ 20 મિનિટમાં 10 કિલો મિત્રનું અંતર કાપી સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા.

પોલીસે તપાસ આદરી

તબીબોએ જણાવ્યું હતું કે, માતાની પ્રસુતિ પુરા મહિને એટલે કે 9 મહિને થઈ હોય એમ કહી શકાય છે. તેમજ બાળકીનું વજન દોઢ કિલોથી વધારે હોય એમ લાગે છે. હાલ બાળકીની તબિયત સારી છે. જોકે પોતાના કાળજાના કટકા સમાન બાળકને ત્યજી દેવા પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી.ઘટના સ્થળે દોડી આવેલા લોકોએ જનેતા સામે ફિટકાર વરસાવ્યો હતો.હાલ પોલીસ નિષ્ઠુર જનેતા સામે ગુનો નોંધી તેની શોધખોળ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here