સુરત : મહિધરપુરામાં બ્લ્યુ સિટી બસે યુવાનને અડફેટે લીધો, યુવાનનું ઘટના સ્થળે જ મોત

0
8

સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં બ્લ્યુ સિટી બસનો કહેર જોવા મળ્યો છે. બ્લ્યુ સિટી બસે યુવાનને અડફેટે લીધો હતો. જેમાં યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સિટી બસની અડફેટે આવેલા યુવાનનું ઘટના સ્થળે જ મોત.

સિટી બસની અડફેટે આવેલા યુવાનનું ઘટના સ્થળે જ મોત.

મહિધરપુરા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી

સુરત શહેરમાં અવારનવાર સિટી બસના અકસ્માતને લઈને ફરિયાદો ઉઠતી રહે છે. દરમિયાન મહિધરપુરામાં એક યુવાનને સિટી બસે(GJ-05-BZ-2776) અડફેટે લેતા મોત નીપજ્યું હતું. જેના પગલે મનપાના કોન્ટ્રાક્ટ પર ચાલતી સિટી બસમાં પ્રશિક્ષિત ડ્રાઈવર ન મૂકાયા હોવાનો આરોપ લાગ્યો છે. સિટી બસના અકસ્માતના પગલે મહિધરપુરા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

108માં યુવાનના મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.

108માં યુવાનના મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.

જાહેર પરિવહનમાં મુસાફરોની સંખ્યામાં પણ મોટો તફાવત

કોરોનાના કારણે સુરતમાં સૌથી વધુ અસર સુરત મહાનગરપાલિકાના જાહેર પરિવહન સેવાને પડી છે. કોરોના અને લોકડાઉનના કારણે બંધ થયેલી બસ સેવા હજી પણ પૂરેપૂરી શરૂ થઈ શકી નથી. સુરત પાલિકાના બીઆરટીએસના તમામ રૂટ શરૂ થઈ ગયાં છે. જ્યારે સિટી બસ માટેના 45 પૈકી હજી પણ 18 રૂટ પર જ બસ શરૂ થઈ છે. સુરતમાં કોરોના શરૂ થયો તે પહેલાં અને પછીમાં જાહેર પરિવહનમાં મુસાફરોની સંખ્યામાં પણ મોટો તફાવત જોવા મળી રહ્યો છે.

પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી.
પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી.