સુરત: મકાનનું નાનું-મોટું કામ કરતાં યુવાન ચોથા માળેથી નીચે પટકાતા ગંભીર ઇજા થઇ હતી, હોસ્પિટલમાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા

0
0

વરાછા ખાતે ગઈ કાલે સવારે કામ કરતી વખતે અચાનક નીચે પટકાતા યુવાનને ગંભીર ઈજા થતાં મોતન ભેટ્યો હતો. સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ અમરોલીના કોસાડ આવાસમાં રહેતા 40 વર્ષીય દિનેશ રામચંદ્ર ગોડ બુધવારે સવારે વરાછા રોડ પર માતા નગર પાસે શિવ નગરમાં ચોથા માળે મકાનનું નાનું-મોટું કામનું રીપેરીંગ કરતા હતા. તે સમયે અચાનક તે નીચે પટકાતા ગંભીર ઇજા થઇ હતી. જેથી તેને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા.

નોંધનીય છે કે દિનેશ મુળ મધ્યપ્રદેશના રતલામના વતની હતા. તેને સંતાનમાં એક પુત્ર છે. પરિવારનું ભરણપોષણ કરવા મકાનના કામ સાથે સંકળાયેલા હતા. આ અંગે વરાછા પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here