સુરત : 19 વર્ષીય વિદ્યાર્થિની અને તેની માતા અને બહેનપણી સામે યુવક નગ્ન થયો

0
12

સુરત શહેરના પાલ વોક-વે ખાતે વોકિંગ કરવા નિકળેલી વિદ્યાર્થિની અને તેના બહેનપણી સામે એકાએક યુવક આવી નગ્ન થઈ ગયો હતો. યુવકે પેન્ટ ઉતારી દેતા હેબતાઈ ગયેલી વિદ્યાર્થીનીએ બુમાબુમ કરતા તેની માતા સહિતના લોકોએ યુવકને પકડી પોલીસના હવાલે કર્યો હતો.

યુવક એકાએક સામે આવી નગ્ન થઈ ગયો

અડાજણ એલ.પી.સવાણી રોડ સી.એન.જી પંપની સામેના વિસ્તારમાં રહેતી અને જહાંગીરપુરામાં આવેલ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી 19 વર્ષીય વિદ્યાર્થીની તેની માતા અને બહેનપણી સાથે પાલ વોક-વે ખાતે વોકિંગ કરવા માટે નિકળ્યા હતા. દરમિયાન આઠથી સાડા આઠેક વાગ્યાના આરસામાં એકાએક એક યુવક તેમની સામે આવીને ઉભો રહી પેન્ટ કાઢી નગ્ન થઈ ગયો હતો.

ભાગતા યુવકને પકડી પોલીસને સોંપ્યો

વિદ્યાર્થિનીએ બુમબામ કરતા વોકિંગમાં આવેલા તેના પરિચીત સહિતના લોકો આવતા યુવક ભાગ્યો હતો. જોકે લોકોએ તેને પકડી પાડ્યો હતો. વિદ્યાર્થિનીના પરીચિત યુવકે કોન્ટ્રોલ રૂમમાં ફોન કરતા પોલીસ દોડી આવી યુવકને અટકમાં લીધો હતો. પોલીસની પૂછપરછમાં યુવકે પોતાનું નામ રીતેશ ઉમેશ મિશ્રા (ઉ.વ.31. સુમનઘટા એપાર્ટમેન્ટ પરશુરામ ગાર્ડન પાસે, અડાજણ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે વિદ્યાર્થિનીની ફરિયાદ લઈ રીતેશ મિશ્રા સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી.