સુરત : સગીરા પર ચોથીવાર દુષ્કર્મ આચરવા પહોંચેલા યુવકને લોકોએ માર માર્યા બાદ મોત

0
8

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કઠવાડા ગામ ખેતી વિસ્તારમાં એક સગીરા સાથે ત્રણવાર દુષ્કર્મ આચર્યા બાદ ચોથીવાર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરનારને કેટલાક અજાણ્યા ઈસમોએ માર માર્યો હતો. આ ઘટનામાં આરોપીને ગંભીર ઇજા પહોંચી હોય, તેને સુરત સિવિલ ખાતેની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. હાલ કોસંબા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દરમિયાન યુવકને બાંધ્યો હોવાનો અને આજીજી કરી રહ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે.

યુવકને જોઈને સગીરાએ બૂમાબૂમ કરી હતી

માંગરોળ તાલુકાના કઠવાડા ગામે એક સગીરા પર યુવક કમલેશ વસાવા ખેતરની અંદર સગીરાને લઈ જઇ દુષ્કર્મ આચર્યું હતું. ચોથીવાર સગીરાને ખેતરની અંદર એક બંગલામાં એકલી જોઈ સગીરા સાથે પરિવાર દુષ્કર્મ કરવાની કોશિશ કરતાં સગીરાએ બૂમ પાડી હતી, જેથી નજીકના લોકો દોડી આવ્યા હતા અને દુષ્કર્મ આચારનાર કમલેશને ઢોર માર માર્યો હતો, જેમાં તેને ગંભીર ઈજા પહોંચતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પાંચથી છ દિવસની સારવાર બાદ તેનું મૃત્યુ થયું હતું. આ અંગે પોલીસ સ્ટેશનમાં હાલ અકસ્માત મોતનો ગુનો દાખલ થયો છે. કોસંબા પોલીસ સ્ટેશનને પણ જાણ કરાઈ છે.

સગીરાના પિતા સહિત બે લોકોએ માર માર્યો હતો

પોલીસ કસ્ટડીમાં આરોપીએ સગીરાના પિતા સહિત અન્ય બે વ્યક્તિઓએ દોરડાથી બાંધી તેને માર માર્યો હોવાનું જણાવ્યું હતું તેમજ અગાઉ ત્રણવાર સગીરા સાથે એકલતાનો લાભ લઇ દુષ્કર્મ કર્યાની પણ કબૂલાત કરી હતી. જોકે આરોપીની ફરિયાદને લઇ કોસંબા પોલીસ દ્વારા સગીરાના પિતા સહિત અન્ય બે વ્યક્તિઓ વિરુદ્ધ એન.સી. ફરિયાદ પણ દાખલ કરી હતી. આરોપીના મોતને લઈને પોસ્ટમોર્ટમ રિપોર્ટ હાલ પેન્ડિંગ હોઈ રિપોર્ટ આવ્યા બાદ જ આરોપીના સાચા મોતનું કારણ જાણી શકાય એમ છે.

યુવકને માર મારતાં અધમૂઉં જેવી હાલત થઈ ગઈ હતી.

યુવકને માર મારતાં અધમૂઉં જેવી હાલત થઈ ગઈ હતી.

વીડિયો યુવક આજીજી કરતો નજરે પડ્યો

સોશિયલ મીડિયામાં ફરતા થયેલા વીડિયો પ્રમાણે, એક વીડિયોમાં યુવક અન્ય યુવકના પગ પકડીને આજીજી કરતો નજરે પડી રહ્યો છે. માર મારવાને કારણે તેની હાલત પણ ખરાબ લાગી રહી છે. જ્યારે અન્ય એક વીડિયોમાં યુવકના હાથ એક સીડી સાથે બાંધી દેવામાં આવ્યા હોવાનું નજરે પડે છે. માર મારવાના કારણે અધમૂઉં જેવી હાલતમાં યુવક નજરે પડી રહ્યો છે.

એક વર્ષમાં 465 દુષ્કર્મની ઘટનાઓ નોંધાઈ

છેલ્લાં 2 વર્ષમાં અપહરણ, દુષ્કર્મ અને હત્યાની સંખ્યામાં ખૂબ જ વધારો નોંધાયો છે. સૌથી વધુ અમદાવાદ તેમજ સુરત આ બે એવાં શહેરો છે, જ્યાં સૌથી વધુ હત્યા તેમજ લૂંટ, અપહરણ, આપઘાતની ઘટનાઓ પોલીસના ચોપડે નોંધાઈ છે. છેલ્લા એક વર્ષમાં સુરત શહેરમાં 280 હત્યા, 2151 આત્મહત્યા, 253 લૂંટ અને 465 દુષ્કર્મની ઘટનાઓ નોંધાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here