સુરત : મોપેડ પર દેશી દારૂના કોથળા લઇ જતો યુવક ઝડપાયો

0
5

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર જોવા મળી રહે છે તેમાં પણ સુરત શહેરમાં તો દારૂની રેલમછેલ થતાં અનેક દૃશ્યો સામે આવી ચૂક્યા છે. સુરત ખટોદરા વિસ્તારમાંથી રણજીત નામનો યુવક પોતાની મોપેડ પર દેશી દારૂ લઈ જતો હોવાનું જાગૃત નાગરિકે જોયું હતું. જેના આધારે તેને રસ્તા ઉપર ઉભો રાખી ખટોદરા પોલીસને જાણ કરી હતી. મોપેડ ઉપર દારૂના ચાર કોથળા રાખીને ખેપ મારતો હતો જે ખરેખર ખૂબ જ આશ્ચર્યજનક બાબત છે.

બૂટલેગરને ખટોદરા પોલીસને હવાલે કરાયો
મોપેડ પર દારૂ લઇ જતાં બૂટલેગરને ખટોદરા પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો હતો. યુવકને પૂછતાં તેણે પોતાનું નામ રણજીત જણાવ્યું હતું. દારૂ ક્યાંથી લાવ્યો છે એવું પૂછતાં તેણે આભવા ગામથી દેશી દારૂ લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. જેનો અર્થ સ્પષ્ટ થાય છે કે, આભવા ગામમાં દેશી દારૂ ખૂબ મોટા પ્રમાણમાં મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી તે આભવાથી દારૂ આવતો હોવાની કબૂલાત કરી છે. ત્યારે મહત્વની બાબત એ છે કે પોલીસને આ બાબતની કેમ જાણ નથી.

રણજીત નામના બૂટલેગરની ધરપકડ કરવામાં આવી.

બૂટલેગરો સામે પોલીસનું નરમ વલણ
સુરત શહેરમાં દારૂનું વેચાણ ખૂબ મોટા પ્રમાણમાં થાય છે એ જગજાહેર વાત છે. જેમાં પણ પોલીસના નરમ વલણ જવાબદાર છે. રણજીત જેવા અનેક ઈસમો પોતાના મોપેડ પર જ દેશી દારૂની ખેપ મારતા હોવાનું પોલીસને પણ માહિતી હોય છે પરંતુ બૂટલેગર સાથેની મિલીભગતના કારણે તેઓ સખ્તાઇપૂર્વકની કામગીરી કરતા નથી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.

પોલીસે દારૂનો જથ્થો કબજે કર્યો.

બૂટલેગરો દ્વારા કોરોના ગાઈડલાઈન્સનો ભંગ
છેલ્લા ઘણા સમયથી કોરોના ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કરતા અન્ય બૂટલેગરોએ પોતાના લગ્ન પ્રસંગો ઉજવ્યા છે. એટલું જ નહીં પોતાના જન્મદિવસની પણ જાહેર સ્થળો ઉપર મોટા પ્રમાણમાં લોકોને એકત્રિત કરીને ઉજવણી કરી છે. જો દારૂબંધી છે તો આ બૂટલેગર આવે છે ક્યાંથી? આ જાગૃત નાગરિકે પોતાની ફરજ સમજીને આ યુવકને દારૂની ખેપ મારતા રસ્તા ઉપર રોક્યો ન હોત તો આ પ્રકારની ઘટના સામે આવી ન હોત.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here