સુરત:AAPની પાયલ સાકરિયાએ ભાજપના ઉમેદવારને 9669 મતની લીડથી હરાવ્યા

0
16

ભાજપના ઉમેદવારને પછડાટ આપનારી પાયલની જીતને તેમના સમર્થકોએ ઉમળકાભેર વધાવી લીધી હતી.(ફાઈલ તસવીર)
  • પાયલ સાકરિયા વોર્ડ નંબર 16માંથી આમ આદમી પાર્ટીનાં કોર્પોરેટર
  • 120 બેઠકમાંથી 93 બેઠક પર ભાજપ અને 27 પર આપનો વિજય થયો

રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં બધામાં ભાજપની જીત થઈ છે. જોકે ડાયમંડ સિટી સુરતના પરિણામોએ બધાને ચોંકાવી દીધાં છે અને ખાસ કરીને કોંગ્રેસ માટે વધુ ફટકારૂપ છે. અહીં કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે અને આશ્ચર્યજનક રીતે આમ આદમી પાર્ટી (આપ)ની ગુજરાતમાં એન્ટ્રી થઈ છે. આમ આદમી પાર્ટીની 27 બેઠક પર જીત થઈ છે, જેમાં સૌથી નાની ઉંમર એટલે કે 22 વર્ષીય પાયલ સાકરિયા વોર્ડ નં-16માં જીત મેળવી કોર્પોરેટર બની છે. ભાજપના પ્રતિસ્પર્ધીને પાયલ સાકરિયાએ 9669 મતની લીડથી હરાવીને વિજય હાંસલ કર્યો છે.

પાયલ સાકરિયા અને તેની પેનલનો પાલિકાની ચૂંટણીમાં વિજય થયો છે.
પાયલ સાકરિયા અને તેની પેનલનો પાલિકાની ચૂંટણીમાં વિજય થયો છે.

પાયલ પાસે માત્ર 1.42 લાખની મિલકત

પાયલ કિશોરભાઈ સાકરિયા વોર્ડ નંબર 16માંથી આમ આદમી પાર્ટીની ઉમેદવાર હતી. તેની ઉંમર માત્ર 22 વર્ષ છે. તે સુરત શહેરના સૌથી ઓછી વયની ઉમેદવાર હતી. પુણા પશ્ચિમ વોર્ડ નંબર 16માંથી પાયલ સાકરિયા સહિત આમ આદમી પાર્ટીની પેનલ સાથે વિજય થયો છે. પાયલ પુણા વિસ્તારમાં આવેલી સકર્તા સોસાયટીમાં પરિવાર સાથે રહે છે અને 12 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. જ્યારે તેની પાસે મિલકતમાં માત્ર 92 હજાર રૂપિયા અને 50 હજારની કિંમતનાં ઘરેણાં છે.

પાયલની જીતની ખુશી મહિલા કાર્યકરોમાં પણ જોવા મળી હતી.
પાયલની જીતની ખુશી મહિલા કાર્યકરોમાં પણ જોવા મળી હતી.

જીતની ખુશી કેક કાપીને ઊજવી

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરિણામોમાં આમ આદમી પાર્ટીના 27 ઉમેદવાર જીત્યા હોવાની ખુશી કાર્યકરોના ચહેરા પર સ્પષ્ટ રીતે જોવા મળી હતી. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આ જીતની ખુશી કેક કાપીને ઊજવી હતી, જેમાં વિજેતા ઉમેદવારોમાં સુરતના વોર્ડ નંબર 16ની માત્ર 22 વર્ષીય પાયલનો પણ સમાવેશ થાય છે.

પાયલનું મોં મીઠું કરાવીને જીતની શુભકામના આપવામાં આવી હતી.
પાયલનું મોં મીઠું કરાવીને જીતની શુભકામના આપવામાં આવી હતી.

પાયલની જીત થતાં ભવ્ય સ્વાગત કરાયું

માત્ર 22 વર્ષીય પાયલ સાકરિયા જ્યારે પોતાની સોસાયટીમાં પહોંચી ત્યારે તેનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સોસાયટી અને પરિવારના લોકો ઢોલ-નગારાં સાથે તેનું સ્વાગત કરવા માટે હાજર હતા. આ પ્રસંગે પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે હું મારા વિસ્તારમાં ખૂબ સારાં કામ કરીશ. મહાનગરપાલિકાની ચૂંટણી જીત્યા બાદ સોસાયટી ખાતે પહોંચેલી પાયલ સાકરિયાએ પરિવારના વડીલોના આશીર્વાદ લીધા હતા. પરિવારના લોકોએ મીઠાઈ સાથે તેનું સ્વાગત કર્યું હતું.

ઢોલ-નગારાંના તાલે પાયલ અને તેમની પેનલની જીતને વધાવી લેવામાં આવી હતી.
ઢોલ-નગારાંના તાલે પાયલ અને તેમની પેનલની જીતને વધાવી લેવામાં આવી હતી.

કેજરીવાલે ટ્વીટ કરી ખુશી વ્યક્ત કરી

સુરત મનપામાં આપને મળેલી સફળતા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ટ્વીટ કરી જણાવ્યું હતું કે નવી રાજનાતિની શરૂઆત કરવા માટે ગુજરાતના લોકોને દિલથી અભિનંદન. સુરત મનપાની 120 બેઠકોમાંથી અત્યારસુધીમાં 27 બેઠકો પર કબજો કરી આપ મુખ્ય વિરોધપક્ષ તરીકે સામે આવી છે. ઘણા વોર્ડમાં તો આપના ઉમેદવારોએ 10થી 20 હજારની લીડ મેળવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આટલી લીડ ઘણી મોટી કહી શકાય.

આપના 27 જીતેલા ઉમેદવારમાંથી પાયલ સૌથી નાની વયની વિજેતા છે.
આપના 27 જીતેલા ઉમેદવારમાંથી પાયલ સૌથી નાની વયની વિજેતા છે.
પાયલ પાલિકામાં આપની વિચારધારા પ્રમાણે કામ કરશે એમ કહ્યું હતું.
પાયલ પાલિકામાં આપની વિચારધારા પ્રમાણે કામ કરશે એમ કહ્યું હતું.
પાયલની જીતને પરિવારના સભ્યોએ પણ ફૂલો આપીને વધાવી લીધી હતી.
પાયલની જીતને પરિવારના સભ્યોએ પણ ફૂલો આપીને વધાવી લીધી હતી.
સૌથી નાની વયનાં કોર્પોરેટર બનવા બદલ પક્ષના કાર્યકરોએ શુભકામના પાઠવી હતી.
સૌથી નાની વયનાં કોર્પોરેટર બનવા બદલ પક્ષના કાર્યકરોએ શુભકામના પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here