- Advertisement -
સુરતઃસરથાણા ખાતે આવેલી તક્ષશિલા આર્કેડમાં 24મી મેના રોજ આગ લાગી હતી.ભયાવહ આગમાં 22 માસૂમોના મોત નીપજ્યાં હતાં. આ દુર્ઘટનાને મહિનો વીતિ ગયો હોવા છતાં હજુ પણ ઉચ્ચઅધિકારીઓની ધરપકડ કે તેની સામે કોઈ કાર્યવાહી ન થઈ હોવાથી મૃતકોના વાલીઓએ ન્યાયની માંગ સાથે તક્ષશિલાની સામે રક્તદાન કેમ્પ યોજીને પોતાનું લોહી ઉચ્ચઅધિકારીઓને અર્ણ કર્યું હતું.
બેનરમાં વાલીઓએ ઠાલવી હૈયા વરાળ
વાલીઓએ રક્તદાન કેમ્પના બેનરમાં લખ્યું હતું કે, સુરત મહાનરપાલિકા અને ડીજીવીસીએલ તથા ફાયર તમારા પાપે 22 બાળકોના જીવ ગયા, હવે બાકી હોય તો અમારૂં લોહી પીવો. ઉચ્ચ અધિકારીઓને રક્ત અર્પણ. ક્યારે થશે હવે જવાદારોની ધરપકડ? બેજવાબદાર નગર સેવકો જરા પણ લાજ શરમ હોય તો રાજીનામાં આપો સહિતની હૈયાવરાળ વાલીઓએ બેનરમાં ઠાલવી હતી.