સુરત : ધાબે સૂતેલા 10 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય

0
3

સુરતના ઇચ્છાપોરના મોરાગામમાં ઉનાળાની ગરમીમાં ધાબા(છત) પર સૂતેલા 10 વર્ષના માસૂમ બાળક સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું. બાળકના પિતા સાથે કામ કરતાં વતનવાસી હવસખોર યુવકે જ બદકામ કર્યું હતું. જેથી બાળકે રાડા રાડ કરીને પરિવારને જાણ કરી હતી. જેથી પરિવારે પોલીસમાં ફરિયાદ કરી હતી. જેથી ઈચ્છાપોર પોલીસે હવસખોર યુવકને ઝડપી લઈને બાળકને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાળકના કપડા ઉતારી બદકામ કર્યુ

મોરાગામમાં રહેતા અને હજીરાની કંપનીમાં રીગર મેન તરીકે કામ કરતાં પરિવારનું બાળક ઉનાળાની ગરમીના કારણે ધાબા પર નિંદરમાં હોય છે એ દરમિયાન રાત્રે 12:45 વાગ્યાની આસપાસ પાડોશમાં રહેતા વતનવાસી આરોપી બિપીન રમેશરજક મૈથાએ બાળકના ઊંઘમાં જ કપડા ઉતારીને હવસ સંતોષવા પ્રયાસ કર્યો હતો. બાળકને દુઃખાવો થતાં બૂમાબૂમ કરીને પરિવારને જાણ કરી હતી.

યુવક રૂમમાં ભરાઈ ગયો

બાળકે સમગ્ર વાત પરિવારને કરતાં આરોપી બિપીન મૈથા રૂમનો દરવાજો બંધ કરીને છુપાઈ ગયો હતો. બાળકે તમામ હકીકત કહેતા પિતાએ બિપીનની રૂમ પર જઈ ગુસ્સો કાઢયો હતો. બિપીને દરવાજો ન ખોલતા પોલીસ બોલાવી પડી હતી. ક્વાસ ચોકીના પોલીસ કર્મચારીઓએ આરોપીને એના જ રૂમમાંથી બહાર કાઢી અટક કરી હતી.

દર્દથી બૂમો પાડી હતી-પીડિત બાળક

પોલીસ ફરિયાદ બાદ માસૂમ બાળકને આજે તબીબી તપાસ માટે સિવિલ લવાયો હતો. ધોરણ 5મા અભ્યાસ કરતા માસૂમને બે મોટા ભાઈ છે.બાળકએ કહ્યું હતું કે, હું સૂતો હતો અચાનક કોઈએ મારું પેન્ટ કાઢ્યું હતું. બાદમાં મારી સાથે બદકામ થતું હોય તેવું લાગ્યું હતું. સખત દુઃખાવા બાદ મારી બૂમ નીકળી ગઈ હતી. મેં જોયું કે આવું કોઈ બીજુ નહી પરંતુ બિપિન અંકલ કરી રહ્યા છે. બાદમાં એ ભાગી ગયા હતાં. 2-3 વાર આવું કર્યું ને દર્દથી બૂમો પાડતો રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here