સુરતમાં ગણપતિ ઉત્સવ પૂર્ણ થઈ ગયા બાદ હવે નવરાત્રિ ઉત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શહેરમાં ધીરે ધીરે નવરાત્રિનો માહોલ દેખાવા લાગ્યો છે. ઠેરઠેર ખેલૈયાના રંગબેરંગી તેમજ અવનવી ડિઝાઈન સાથેના કપડાનું વેચાણ શરૂ થઈ ગયું છે. ઈમિટેશન જ્વેલરીઓ પણ ખૂબ મોટા પ્રમાણમાં વહેંચાઈ રહે છે. બીજી તરફ ગરબા ક્લાસીસ અને ગરબા આયોજકો પણ પોતાના આયોજનને આખરી ઓપ રહ્યા છે. ત્યારે સરસાણા ખાતે યોજાતી નવરાત્રિમાં રાજસ્થાનના જયપુર ખાતેથી આઠ ડિઝાઇનરો દ્વારા ખાસ ડિઝાઈન સાથેનો સેટ ત્યાર કરવામાં આવી રહ્યો છે.
રાજસ્થાનના જયપુર ખાતે આઠ ડિઝાઇનરો જે ખૂબ જ સારી રીતે મંદિરની ડીઝાઈનો તૈયાર કરે છે. આયોજક દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી તેમને સુરત બોલાવી લેવામાં આવ્યા છે. સરસાણા ખાતે જે કેસરિયા નવરાત્રિનું આયોજન કરવામાં આવનાર છે, તેમાં આ સેટ ઊભું કરવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ મહિનાથી કરોડો રૂપિયાના ખર્ચે પ્લાયુડનો ઉપયોગ કરીને સેટ તૈયાર કરાયો છે. કારીગરો દ્વારા નાની-નાની બાબતોને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. એક નજરે જ્યારે તમે અંદર પ્રવેશો ત્યારે એવું લાગશે કે જાણે કોઈ વિશાળ મંદિરમાં આવી ગયા છો.