Friday, September 17, 2021
Homeસુરત : કતારગામમાં બાઈક ચાલકે અડફેટે લેતા ઘરે જમવા જતા વૃદ્ધનું મોત
Array

સુરત : કતારગામમાં બાઈક ચાલકે અડફેટે લેતા ઘરે જમવા જતા વૃદ્ધનું મોત

સુરતના કતારગામમાં હિટ એન્ડ રન કેસમાં મોતને ભેટેલા એક વૃદ્ધના અકસ્માત કેસમાં સીસીટીવી સામે આવતા પોલીસે આગળ ની તપાસ હાથ ધરી છે. ધીરુભાઈ ટાપણીયા નામના રાહદારીને એક અઠવાડિયા પહેલા બાઇક ચાલકે અડફેટે લઈ ભાગી જતા ઇજાગ્રસ્ત ધીરુભાઈને તાત્કાલિક 108ની મદદથી સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું ગંભીર ઇજાને કારણે મોત નિપજતા પોલીસે ફરાર બાઇક ચાલકની શોધખોળ હાથ ધરી છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ પછી પણ પોલીસ બાઈક સવારને પકડવામાં અસફળ રહેતા અનેક પ્રશ્નો ઉભા થયા છે.

મૃતક ધીરૂભાઈની ફાઈલ તસવીર.
મૃતક ધીરૂભાઈની ફાઈલ તસવીર.

36 કલાકની સારવાર બાદ વૃદ્ધનું મોત

મહેશ ટાપણીયા (મૃતક ધીરુભાઇના દિકરા) એ જણાવ્યું હતું કે ઘટના 20મી તારીખની હતી. બપોરે પિતા ધીરુભાઈ ગજેરા સર્કલ પાસેની કતારગામ GIDCમાંથી ઘરે જમવા આવતા હતા. ત્યારે લલિતા ચોકડી અને રાશિ સર્કલ વચ્ચે કોઈ અજાણ્યા બાઇક ચાલકે રાહદારી પિતાને અડફેટે લઈ ભાગી ગયો હતો. ઇજાગ્રસ્ત પિતાને 108માં સારવાર માટે સિવિલ લઈ જવાયા હતા. જ્યાં લગભગ 36 કલાકની સારવાર બાદ એમનું મોત નીપજ્યું હતું.

ફરાર બાઈક ચાલકને પોલીસ શોધી રહી છે

વધુમાં જણાવ્યું હતું કે, દુઃખની વાત એ હતી કે બપોરે જમવા નહીં આવતા પરિવાર ચિંતિત હતું. મોડી સાંજ સુધી શોધખોળ કર્યા બાદ રાત્રે સિવિલ હોસ્પિટલમાં તપાસ કરતા ખબર પડી કે લલિતા ચોકડી પાસેથી એક ઇજાગ્રસ્ત 62 વર્ષના વૃદ્ધને 108 સારવાર માટે લઈ આવી હતી. વોર્ડમાં જઇ ઓળખ કરતા આ અજાણ્યા ઈસમ મારા પિતા ધીરુભાઈ હતાં. બીજું કંઈ વિચારીએ એ પહેલાં 23 મી એ એમનું મોત નીપજ્યું હતું. ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે પણ કતારગામ પોલીસ બાઇક સવારને પકડી શકી નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments