Monday, February 10, 2025
Homeસુરત : આંગડિયા પેઢીના 3 કરોડના હીરા-કેશ લૂંટે એ પહેલાં જ રાજસ્થાની...
Array

સુરત : આંગડિયા પેઢીના 3 કરોડના હીરા-કેશ લૂંટે એ પહેલાં જ રાજસ્થાની ગેંગને ક્રાઇમબ્રાંચે દબોચી

- Advertisement -

સુરતઃ મહિધરપુરા ભવાનીવડ સ્થિત પટેલ સોમાભાઈ રામદાસ અને પટેલ અમરતભાઈ માધાભાઈ આંગડિયા પેઢીના બે કર્મચારીઓ ભાવનગરથી આશરે 3 કરોડના હીરા અને રોકડ લઈને આવતા હોવાની ટિપ ભૂતપૂર્વ કર્મચારી ચમન પટેલે રાજસ્થાનની ગેંગને આપી હતી. જેના આધારે ગેંગએ ગુરુવારે સવારે લૂંટનો પ્લાન બનાવ્યો હતો. જોકે, લૂંટને અંજામ આપે તે પહેલાં જ ક્રાઇમબ્રાંચે ગેંગના 6 જણાને વરાછા મિનીબજાર બ્રિજ પાસેથી દબોચી લીધા હતા. લૂંટારાઓ કર્મચારીને ચપ્પુ બતાવી આંખમાં મરચાની ભૂકી નાંખીને પેઢીની બોલેરો કારમાં રાજસ્થાન ભાગી જવાનો પ્લાન હતો. ક્રાઇમબ્રાંચે આરોપીઓ પાસેથી છરા નંગ-3, એક લોખંડનું ગણેશિયું, દોરી, સેલોટેપ, કાળા કલરની બેગ, મોબાઇલ નંગ-17, મળીને 29200નો મુદ્દામાલ કબજે કરી રાજસ્થાની ગેંગની સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી હતી.

મુંબઇના મોલમાં પણ કરી હતી લૂંટ
પકડાયેલા રીઢા પાંચ લૂંટારાઓએ દેશભરમાં અલગ-અલગ જગ્યાએ લૂંટને અંજામ આપ્યો હતો અને જેલમાં પણ જઈ આવ્યા હતા. લૂંટનો મુખ્ય સૂત્રધાર દીપારામ ઉર્ફે દીપક માલી અને શ્રવણકુમાર પુરોહિતએ મુંબઈ ધોબીતળાવ વિસ્તારમાંથી 75 લાખની લૂંટમાં, બનાસકાંઠાના દિશામાં ધાડમાં તેમ જ તમિળ‌નાડુમાં ઘરફોડચોરીમાં પકડાયો હતો. જ્યારે કમલેશ પુરોહિતે મુંબઈમાં સેન્ટ્રલ મોલમાં 10 લાખની લૂંટ કરી હતી. મળેલી બાતમીના આધારે ક્રાઇમબ્રાંચે આ ટોળકીને પકડવા માટે ગુરુવારે વહેલી સવારથી વરાછા મિનીબજાર વિસ્તારમાં વોચમાં ગોઠવાઈ ગઈ હતી. જેમાં ત્રણ પીએસઆઈ અને 8 પોલીસકર્મીઓએ 3 ટીમો બનાવી હતી અને સાદા ડ્રેસમાં છૂટાછવાયા ગોઠવાઈ ગયા હતા.

આંગડિયાના પૂર્વ કર્મીએ લૂંટની ટિપ આપી
સોમાભાઈ રામદાસ આંગડિયા પેઢીનો કર્મચારી ભાવનગરથી પેઢીની રોકડ અને હીરા સહિતનો કિંમતી મુદ્દામાલ બસમાં લઈને સુરત આવતો હતો. તેની સાથે પટેલ અમરત માધા આંગડિયા પેઢીનો કર્મચારી પણ સુરત આવતો હતો. આ બન્ને વરાછા મિનીબજાર ખાતે ભેગા થઈ બોલેરો કારમાં મહિધરપુરા ભવાનીવડ ખાતે આંગડીયા પેઢીમાં જતા હતા. એક મહિના પહેલા ચમને નોકરી છોડીને સુરતમાં રહેવા આવી ગયો હતો. દરમિયાન તે પુરુષોતમ મારવાડી મારફતે દીપારામના સંપર્કમાં આવ્યો હતો. બન્ને જેલમાં મળ્યા હતા. લૂંટ માટે દીપારામ સહિત 5 લૂંટારાઓ 15 દિવસ પહેલા સુરત આવી ગયા હતા અને પુણાગામ કાલીપુલમાં લક્ષ્મીનગર સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા હતા. લૂંટ કરવા માટે ટોળકીએ વરાછા મિની બજારમાં બે વાર રેકી પણ કરી હતી. ચમનને રૂપિયાની જરૂર હોવાથી રાજસ્થાની ગેંગને લૂંટની ટિપ આપી હતી. જેને કારણે સૂત્રધાર દીપારામ સહિતના 5 રીઢા સુરતના મિનિબજારમાં આવ્યા હતા.

વરાછામાં પકડાયેલા લૂંટારુઓનાં નામો 
પકડાયેલા લૂંટારુઓમાં 1. દીપારામ ઉર્ફે દીપક જગારામ માલી (રહે. રાજસ્થાન), 2. શ્રવણકુમાર ફાવડારામ પુરોહિત (રહે. રાજસ્થાન), 3. કમલેશ પુરાજી પુરોહિત(રહે. રાજસ્થાન), 4. કમલકિશોર ઉકારામ મેઘવાળ(રહે. રાજસ્થાન), 5. ખીમસિંહ મુલસિંહ રાણા રાજપૂત(રહે. રાજસ્થાન), 6. ચમન વાહજી પટેલ(રહે. મારુતિ પંચવટી એપાર્ટ, ઉમિયા માતાના મંદિરની પાસે, વરાછા. મૂળ રહે. ચંદ્વમાણા ગામ, તા.જી. પાટણ).

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular