સુરત : 25 દિવસ પછી પણ ટીપું પાણી ન મળતા ખેડૂતોમાં રોષ

0
3

ઉનાળો શરૂ થતા જ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામા સિંચાઈના પાણી કકળાટ જોવા મળી રહ્યો છે. ઓલપાડના ઇસનપોર ગામના ખેડૂતોને તાલુકામાં સિંચાઇનું રોટેશન શરૂ થયાના 25 દિવસ પછી પણ ટીપું પાણી ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. ત્યારે સિંચાઇ વિભાગના અધિકારીઓની બેદરકારીથી આ વિસ્તારના 300 થી વધુ વિંઘાના ઉભા પાકને પાણી ન મળતા પાક સૂકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.

ખેડૂતોને કેનાલ વાટે પાણી ઝડપથી આપવામાં આવે તેવી માગ કરાઈ છે.
ખેડૂતોને કેનાલ વાટે પાણી ઝડપથી આપવામાં આવે તેવી માગ કરાઈ છે.

કેનાલમાં પાણી નથી છોડાયું
આ વર્ષે સારો વરસાદ પડતા ઉકાઈ ડેમ પણ છલોછલ ભરાતા જગતનો તાત ખુશ ખુશાલ હતો. પરંતુ ઓલપાડ તાલુકામા સિંચાઇ ખાતાના અધિકારીઓની બેદરકારીના કારણે ઇશનપોર ગામના ખેડૂતોમાં રોષ છે. સિંચાઈનું રોટેશન 1 માર્ચથી શરૂ થયુ છે. જેને 25 દિવસ થવા આવ્યા પરંતુ હજુ સુધી ઇસનપોર ગામની સીમમાં આવેલી વનએલ 3 કેનાલમાં પાણી પહોંચ્યું નથી. આ નહેરના રોટેશન દરમ્યાન સિંચાઇ ખાતાના અધિકારીઓ નહેર ઉપર ફરકતા જ નથી. વારંવાર સિંચાઈના અધિકારીઓને ખેડૂતો દ્વારા સિંચાઈના પાણી માટે રજૂઆત પણ કરાઈ છે. કેટલાક ખેડૂતો તળાવમાંથી 2000 ફૂટની લાંબી પાઇપ લાઇન કરીને માયુનો પાક બચાવવા પ્રયાસો કરી રહ્યા છે.

ખેતરોમાં પાણી પહોંચાડવા માટે દૂરથી પાણી લાવવાની ફરજ પડી રહી છે.
ખેતરોમાં પાણી પહોંચાડવા માટે દૂરથી પાણી લાવવાની ફરજ પડી રહી છે.

ડાંગર-શાકભાજીના પાકની ખેડૂતોને ચિંતા
ઓલપાડ તાલુકામા ખાસ કરીને ડાંગર, શેરડી અને શાકભાજીના પાકોનું વાવેતર કરવામાં આવે છે. ઉનાળાની આકરી ગરમી પડવાની શરૂઆત થતા જ ડાંગર અને શાકભાજીના પાકોમાં સિંચાઈના પાણી ની જરૂરિયાત વધુ હોય છે, ત્યારે ઇશનપોર ગામના ખેડૂતોને આજ દિન સુધી સિંચાઈનું પાણી ન મળતા 300થી વધુ વીઘામા પાક સૂકાવાની ચિંતા છે.જેને લઈ ખેડૂતોને મોટા નૂકસાનની ભીતિ સેવાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here