સુરત : ‘જાહેર સ્થળો ઉપર માસ્ક વગર દેખાતાં વ્યક્તિને અચૂકપણે દંડ ફટકારાશે’, પોલીસ કમિશનર

0
7

સુરત શહેરમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે સત્તાધીશો અને વહીવટી તંત્રના આવતા નિવેદનોને લઈને લોકોમાં મૂંઝવણ ઊભી થઈ છે. સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા આજે પત્રકાર પરિષદ સંબોધીને સ્પષ્ટતા કરી છે કે, જે વ્યક્તિ જાહેરમાં માસ્ક પહેર્યો નહીં હોય તેને દંડ ફટકારવામાં આવશે. પોલીસ વિભાગ દ્વારા મોટાપાયે માસ્ક વિતરણ કરવામાં આવશે પરંતુ જાહેર સ્થળો ઉપર માસ્ક વગર દેખાતાં વ્યક્તિને અચૂકપણે દંડ ફટકારવામાં આવશે.

પાલિકા-પોલીસ વિભાગ વચ્ચે સંકલનનો અભાવ

સુરત કોર્પોરેશન અને પોલીસ વિભાગ વચ્ચે સંકલનનો અભાવ સ્પષ્ટ દેખાઇ રહ્યો છે. ગઈકાલે કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા પણ આડકતરી રીતે એવી જાહેરાત કરવામાં આવી હતી કે હવેથી માસ્ક નહીં પહેરનારાઓને દંડ નહીં કરવામાં આવે. એક પ્રકારે લોકોમાં એવો મેસેજ ગયો કે માસ્કના દંડથી મુક્તિ આપવામાં આવી છે. બીજી તરફ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે માસ્ક વગર ફરતા લોકોને દંડ નહીં પરંતુ પોલીસ વિભાગ દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવશે. બંને નિવેદનોમાં સતત વિરોધાભાસ સામે આવવાના કારણે લોકો પણ અસમંજસની સ્થિતિમાં મૂકાયા છે. ગઈકાલે આસિસ્ટન્ટ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલું નિવેદન અને આજે પોલીસ કમિશનર અજયકુમાર દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં ભારોભાર વિરોધાભાસ જોવા મળી રહ્યો છે.

પોલીસ દ્વારા માસ્ક વિતરણ કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

પોલીસ દ્વારા માસ્ક વિતરણ કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

કોરોના કાળ દરમિયાન માસ્ક પહેરવું ફરજીયાત

કોરોના સંક્રમણના કારણે રાજ્ય સરકાર અને ન્યાયાલય દ્વારા પણ માસ્ક ફરજિયાત પહેરવા માટે ટકોર કરવામાં આવી છે. સુરતમાં વધતા કોરોનાના કેસ અટકાવવા માટે માસ્કની આવશ્યકતા અંગે સતત લોકોમાં છેલ્લા ઘણા સમયથી જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને માસ્ક ન પહેરનારાઓ સામે દંડ પણ વસૂલવામાં આવી રહ્યો છે. આજે પોલીસ કમિશનર અજય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, માસ્ક નહીં પહેરનારાઓને દંડ ફટકારવામાં આવશે તેમાં કોઈ મૂંઝવણ રહેતી નથી. લોકોમાં કોઈપણ પ્રકારની અવઢવ ન રહેવી જોઈએ એવી સ્પષ્ટ વાત પોલીસ કમિશનરે કરી છે. ન્યાયાલય દ્વારા પણ આદેશ આપવામાં આવ્યો છે કે, કોરોના સંક્રમણ સમય દરમિયાન માસ્ક પહેરવું ફરજીયાત છે.

સુરત પોલીસ અલગ અલગ વિસ્તારમાં ફરી લોકોને માસ્ક વિતરણ કરી રહ્યા છે.

સુરત પોલીસ અલગ અલગ વિસ્તારમાં ફરી લોકોને માસ્ક વિતરણ કરી રહ્યા છે.

મેયર-પોલીસના નિવેદન બાદ લોકોમાં મૂંઝવણ

સુરતના નવનિયુક્ત મેયર દ્વારા કરવામાં આવતી જાહેરાતોને લઈને સમગ્ર શહેરમાં મૂંઝવણ ઊભી થઈ છે. જે લોકોને વચ્ચે પોતાની સારી છબી ઉભી કરવાનો પ્રયાસ સત્તાધીશો કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી માસ્કને લઈને કોર્પોરેશનના અધિકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળતું હતું. શહેરમાં માસ્કને લઈને સુરત કોર્પોરેશનના સત્તાધીશો અને પોલીસ તંત્ર વચ્ચે સંકલનનો અભાવ હોવાને કારણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. જોકે, પોલીસ કમિશનરની સ્પષ્ટતા પછી માસ્ક નહીં પહેરનારા વ્યક્તિ પાસેથી દંડ લેવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here