સુરત : સામાજિક સંસ્થાઓ દ્વારા હવે લોકોને વેક્સિન અપાવવા માટે વ્યવસ્થા કરવામાં આવી

0
2

સુરત શહેરમાં કોરોના સંક્રમણ વધતા વહીવટીતંત્ર દ્વારા વેક્સિનેશન ઉપર સૌથી વધુ ભાર આપવામાં આવી રહ્યો છે. વેક્સિનેશન માટે કોર્પોરેશન દ્વારા થોડા દિવસ પહેલાં એનજીઓ, વિવિધ ધાર્મિક સંગઠનો અને સમાજના અગ્રણીઓને અપીલ કરવામાં આવી હતી કે, તેઓ પણ પોતાની રીતે આમાં યોગદાન આપે અને વધુમાં વધુ લોકોને વ્યક્તિને લેક્સિન આપવાના કાર્યક્રમમાં જોડાય, જેની અસર હવે દેખાઈ રહી છે. સુરતના વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા હવે લોકોને વેક્સિન અપાવવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

સ્વૈચ્છિક સંસ્થાઓ ખૂબ મહત્વની ભૂમિકા
કોરોના સંક્રમણથી સુરક્ષિત રાખવા માટે પહેલાં તબક્કામાં જ ફ્રન્ટલાઈન વોરિયર્સને હવે સિનિયર સિટીઝનોને મોટા પ્રમાણમાં વેક્સિનેશન આપવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સુરતની સ્વૈચ્છિક સંસ્થાઓ ખૂબ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. સરથાણા કોમ્યુનિટી હોલ ખાતે વડીલોને પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેથી કરીને સરળતાથી તેઓ પોતાના ઘરેથી લેવાના સ્થળ ઉપર પહોંચી શકે. કોર્પોરેશન દ્વારા લેક્સિન માટે અલગ-અલગ જગ્યામાં અલાયદી વ્યવસ્થા કરી છે. જેનો લાભ હવે સિનિયર સિટીઝનો પણ મોટા પ્રમાણમાં લઈ રહ્યા છે.

સરથાણા કોમ્યુનિટી હોલ ખાતે વડીલોને પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
સરથાણા કોમ્યુનિટી હોલ ખાતે વડીલોને પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

સોશિયલ ડિસ્ટન્સનો ભંગ ન થાય તેના માટે કાળજી
વિવિધ સમાજના અગ્રણીઓ પણ પોતાના સમાજના લોકો વેક્સિનેશન માટે તૈયાર થાય તેવો પ્રયાસ શરૂ કર્યો છે. જેના ભાગરૂપે હવે ધસારો એટલો વધી ગયો છે કે રજિસ્ટ્રેશન કર્યા બાદ તેમને સમય ફાળવવામાં આવી રહ્યો છે. તે સમયે જ તેઓ વ્યક્તિને સ્થળ ઉપર પહોંચીને લઇ શકશે. જેથી કરીને વધારે પ્રમાણમાં લોકો એક જગ્યા ઉપર એકત્રિત ન થાય અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ ન થાય તેના માટેની પણ કાળજી લેવામાં આવી રહી છે.

વડીલોના નામ લખીને તેમને પ્રાઇવેટ વાહનમાં વેક્સિનેશન અપાતા સ્થળ ઉપર પહોંચાડવામાં આવી રહ્યા છે.
વડીલોના નામ લખીને તેમને પ્રાઇવેટ વાહનમાં વેક્સિનેશન અપાતા સ્થળ ઉપર પહોંચાડવામાં આવી રહ્યા છે.

વેક્સિન લેનારાઓની સંખ્યામાં વધારો
સ્વૈચ્છિક સંસ્થાઓ પોતાના વિસ્તારના વડીલોના નામ લખીને તેમને પ્રાઇવેટ વાહનમાં વેક્સિનેશન અપાતા સ્થળ ઉપર પહોંચાડવામાં આવી રહ્યા છે. દરેક વડીલોને જઈને વ્યક્તિગત મળી તેમનું નામ લખીને તેમને સમય આપી દેવામાં આવે છે અને એ સમયે એનજીઓની ગાડી ત્યાં પહોંચે છે અને તેમાં વડીલોને લઈ જઈને વેક્સિનેશન અપાવ્યા બાદ ફરીથી તેમના ઘરે મૂકીને જાય છે. આ વ્યવસ્થાના કારણે વડીલો સરળતાથી વેક્સિન લેવા માટે પહોંચી ગયા છે. ઘણી વખત પોતાના ઘરના પરિવારના લોકો અન્ય કામમાં વ્યસ્ત હોય અથવા તો સાધનની વ્યવસ્થા ન હોય ત્યારે જવાનું ટાળી દેતા હોય છે, પરંતુ સામાજિક સંસ્થાઓ મહા વેક્સિન અભિયાનમાં જોડાવાની સાથે જ વેક્સિન લેનારાઓની સંખ્યામાં પણ નોંધનીય વધારો થઈ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here