સુરત : 15 વર્ષની કિશોરીને ભાગાડી જનાર યુવકની ધરપકડ, ચાર સ્થળોએ લઇ જઇ આચર્યું દુષ્કર્મ

0
18

સુરત : શહેરનાં વરાછામાં સગીરાને લલચાવી, ફોસલાવી લગ્નની લાલચ આપી ભગાડી જનાર યુવક વિરુદ્ધ એક સપ્તાહ પહેલા પરિવાર દ્વારા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. જે કેસમાં પોલીસને આરોપીને ગીર સોમનાથથી ઝડપી પાડવામાં સફળતા મળી છે. યુવકે સગીરા સાથે અમદાવાદ અને જુનાગઢમાં ચારેક વખત દુષ્કર્મ કર્યુ હતુ. પોલીસે પોક્સો અને રેપની કલમનો ઉમેરો કરી યુવકની કાયદેસરની કાર્યવાહી કરીને જેલમાં મોકલી આપ્યો હતો.

સુરતનાં વરાછામાં લંબે હનુમાન રોડ પર અર્ચના સ્કૂલ પાસે રહેતા પરિવારની 15 વર્ષની દીકરીને કમલેશ જોધાભાઇ ભાલિયા નામનો યુવક લગ્નની લાલચ આપી ફોસલાવી ભગાડી ગયો હતો. સગીરાનાં પિતાએ વરાછા પોલીસ મથકમાં કમલેશ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી. જોકે, પોલીસની ઢીલી કામગિરીઓ સામે કિશોરીનાં પિતા દ્વારા પરિવાર અને સમાજ આગેવાન દ્વારા વરાછા પોલીસની તપાસ સામે અસંતોષ વ્યક્ત કરી પરિવારજનોએ ભારે હંગામો મચાવ્યો હતો. સપ્તાહ પહેલા સગીરાનાં પરિવારજનો અને સમાજનાં લોકોએ બેનરો સાથે ધસી જઇ વરાછા પોલીસ મથકનો ઘેરાવ કર્યો હતો. જેને કારણે પોલીસે આ મામલે તાપસ તેજ કરીને આરોપી કમલેશની બહેનના ઘરેથી સગીરાના આઇડી પ્રૂફ પણ મળી આવ્યા હતા. છતાં પોલીસ તપાસમાં સહકાર આપતી ન હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. જેને પગલે વરાછા પોલીસ દોડતી થઇ ગઇ હતી અને એક ટીમને સૌરાષ્ટ્ર રવાના કરાઇ હતી.

પોલીસે સગીરા અને તેને ભગાડી જનાર કમલેશ ભાલિયાની ગીર સોમનાથનાં ગિરગઢડાથી પકડી પાડયા હતા. ગતરાત્રે બંનેને સુરત લઇ આવી અને સગીરાને રિમાન્ડ હોમમાં મોકલી આપી છે. કમલેશ સગીરાને અમદાવાદ અને જુનાગઢ ખાતે લઇ ગયો હતો. અહીં અલગ-અલગ સ્થળોએ ચારેક વખત તેને પીડિતા સાથે સંબંધ બાંધ્યો હતો. વરાછા પોલીસે અપહરણના ગુનામાં બળાત્કાર અને પોક્સોની કલમનો ઉમેરો કરી કમલેશની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here