- Advertisement -
સુરતઃઅમરોલી છાપરા ભાઠા વિસ્તારમાં રોડ પર આવેલા શ્યામ દર્શન એપાર્ટમેન્ટમાં તસ્કરોએ ચોરી કરી હતી.સાસુ-વહુ દીકરીના ઘરે બપોરે બાર વાગ્યા બાદ ગયા અને પાછળથી તસ્કરોએ અંદાજે દોઢ વાગ્યાની આસપાસ હાથ સાફ કર્યો હતો. તસ્કરોએ કબાટમાં રહેલા દાગીના અને રોકડ સહિતની વસ્તુઓ કાઢીને નાસી ગયા હતાં. તસ્કરોએ કબાટના પતરા વાળી દઈને સમગ્ર ચોરીને અંજામ આપ્યો હતો. સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે ડોગ સ્ક્વોર્ડની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.ફરિયાદી પટેલ સંજયએ જણાવ્યું હતું કે, એપાર્ટમેન્ટમાં સીસીટીવી નથી પરંતુ બાજુની દુકાનમાં રહેલા સીસીટીવીમાં બે તસ્કરો આવતાં જતાં દેખાય છે.