સુરતઃ બારડોલીના કાઉન્સિલરનું કોરોનાથી થયું મોત, ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર

0
2

સુરતઃ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે બારડોલી નગર પાલિકાના કાઉન્સિલરનું કોરોનાથી મોત થયું છે. બાલકૃષ્ણ પાટીલ ઉર્ફે ભાણા પાટીલનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયું છે. પાટીલ બારડોલી મહારાષ્ટ્રીયન સમાજના આગેવાન હતા. તેઓ સંક્રમિત થયા બાદ સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા.

નોંધનીય છે કે, સુરત શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત નીતિન ભજીયાવાલાના પત્ની જયશ્રીબેનને પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ નીતિન ભજીયાવાલા અને તેમના પત્ની હોમ આઈસોલેશનમાં છે. નવી સિવિલ હોસ્પિટલના તબીબોની દેખરેખ સારવાર શરૂ થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here