સુરત : મરતા પહેલાં મહિલા પાણી માટે તરસી રહી હતી પણ કોઈ ડોક્ટર પણ હાજર ન હતા

0
12

સુરત સિવિલ હોસ્પિટલના કોવિડ-19માં સગર્ભા માતાના મૃત્યુ બાદ પરિવારે ડોક્ટરોની લાપરવાહીથી મોત થયું હોવાનો આરોપ લગાડ્યો છે. એટલું જ નહીં પણ મૃત્યુ પાછળ પ્રસૂતાની કિડની ફેઈલ થઈ ગઈ હોવાનું કારણ આપતા ડોક્ટરો સામે પરિવારે રોષ વ્યકત કર્યો છે. મૃતક પૂનમબેન ઉર્ફે ભાવનાબેને 18મીએ સિઝરથી બાળકીને જન્મ આપ્યા બાદ તેમનો બીજો રિપોર્ટ પોઝિટિવ આવતા કોવિડ-19માં ખસેડાયા હતા. ત્યારબાદ મૃત જાહેર કર્યા હતા. જ્યાં અંતિમ વીડિયો કોલમાં મહિલા પાણી માટે તરસી રહી હોવાનું કહ્યું હતું અને કોઈ ડોક્ટર પણ હાજર ન હતા.

મહિલાએ 18 માર્ચના રોજ દીકરીને જન્મ આપ્યો હતો
દિપક ગણેશભાઈ જેઠે (મૃતકનાદિયર) એ જણાવ્યું હતું કે ભાવનાબેન ઉર્ફે પૂનમબેન તુષારભાઈ જેઠે (ઉ.વ. 30, રહે. ઉધના વિજય નગર સોસાયટી) મારા ભાભી છે. લગભગ 9 વર્ષ પહેલાં એમના લગ્ન થયા હતા. પહેલી પ્રસુતિ નોર્મલ હતી અને એમાં પૂનમે દીકરીને જન્મ આપ્યો હતો. આ બીજી પ્રસુતિ હતી. 18 માર્ચે પૂનમે સિવિલ હોસ્પિટલના ગાયનેક ઓટીમાં બાળકીને જન્મ આપ્યો હતો. ત્યારબાદ માતા-પુત્રીને તાત્કાલિક વોર્ડમાં ખસેડાયા હતા.

અંતિમ વીડિયો કોલમાં માત્ર સામાન્ય માસ્ક સાથે મહિલા નજરે પડી હતી.
અંતિમ વીડિયો કોલમાં માત્ર સામાન્ય માસ્ક સાથે મહિલા નજરે પડી હતી.

રેપીડ નેગેટિવ આવ્યા બાદ RTPCR પોઝિટિવ આવ્યો
વધુમાં જણાવ્યું હતું કે અચાનક ડોક્ટરોએ પૂનમનો રેપીડ ટેસ્ટ કઢાવ્યો હતો. જોકે, એ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો પરંતુ રાત્રે બીજો RTPCRનો રિપોર્ટ પોઝિટિવ આવતા પૂનમને તાત્કાલિક કોવિડ-19 વોર્ડમાં ખસેડાયા હતા. છેલ્લે એકવાર જ વીડિયો કોલ થયો હતો જેમાં પૂનમબેન પાણી માટે તરસી રહ્યા હતા. કોઈ ડોક્ટર પણ હાજર ન હતું. શ્વાસ લેવામાં તકલીફ થતી હોવા છતાં વેન્ટિલેટર પર રાખ્યા ન હતા. ત્યારબાદ વીડિયો કોલિંગથી વાત કરવાનો પ્રયાસ કરતા પૂનમબેન બેભાન થઈ ગયા હતા. દરમિયાન 19મીએ પૂનમની કિડની ફેઈલ થઈ ગઈ હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું.

મૃતક મહિલાના પરિવારજનો દ્વારા સિવિલના તબીબોની લાપરવાહી હોવાનો આક્ષેપ કર્યો.
મૃતક મહિલાના પરિવારજનો દ્વારા સિવિલના તબીબોની લાપરવાહી હોવાનો આક્ષેપ કર્યો.

વીડિયો કોલથી વાત કરાવવા પરિવાર આજીજી કરતું રહ્યું
વધુમાં જણાવ્યું હતું કે, ઓક્સિજન કે વેટિલેટર પર મૂકવું પડશે એમ કહેતા ડોક્ટરોએ પૂનમને માસ્ક પહેરાવી બેડ પર કલાકો સુધી રાખી મૂકી હતી. ત્યારબાદ પ્લાઝમા થેરાપી અપાઈ રહી હોવાની વાત કરી હતી. અમે વીડિયો કોલથી વાત કરાવવાની આજીજી કરતા રહ્યાને ડોક્ટરો સવારે વાત કરાવીશું કહી ફોન કાપી નાખતા હતા. 20 માર્ચ 2021ના રોજ પૂનમબેનનું મૃત્યુ થઇ ગયું હોવાનું કહી ડોક્ટરોએ મૃતદેહ અંતિમ વિધિ માટે આપી દીધો હતો.

તપાસ કરી અમને ન્યાય આપો એવી જ અમારી વિનંતી છેઃ મૃતક મહિલાનો દિયર.
તપાસ કરી અમને ન્યાય આપો એવી જ અમારી વિનંતી છેઃ મૃતક મહિલાનો દિયર.

ન્યાય માટે પરિવારની અપીલ
વધુમાં જણાવ્યું હતું કે એક સગર્ભાને અનેકવાર સિવિલમાં સોનોગ્રાફી કરાવાય ત્યારે કિડની કામ કરતી હતી. પ્રસુતિ બાદ જ કિડની ફેઈલ થઈ ગઈ એ વાત ગળે ઉતરે એમ નથી. બીજું કોવિડ-19 હોસ્પિટલમાં કઈ રંધાઈ રહ્યું છે. ક્યાંયને ક્યાંય ડોક્ટરોએ લાપરવાહી કરી હોય એમ લાગે છે. સાહેબ તપાસ કરી અમને ન્યાય આપો એવી જ અમારી વિનંતી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here