સુરત : ભીલીસ્તાન ટાઈગર સેનાએ આદિવાસી દિવસ 9 ઓગસ્ટે રજા જાહેર કરવાની માંગ કરી

0
57

સુરતઃ9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના રોજ ગુજરાતમાં અનુસૂચિ-5 અને અનુસૂચિ-6નું અમલીકરણ કરવા રજૂઆત ભીલીસ્થાન ટાઇગર સેના દ્વારા કરવામાં આવી હતી. ક્લેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં 9 ઓગસ્ટના રોજ રજા જાહેર કરવાની માંગ કરી હતી.

આદિવાસી દિવસની ઉજવણી કરવાની માંગ

ભીલીસ્તાન ટાઈગર સેના સુરતના દિપક રાઠોડે જણાવ્યું હતું કે, પરદેશથી આવેલી કોમના દિવસોની ઉજવણી ધામધૂમથી થાય છે ત્યારે આદિવાસી આ દેશની મૂળ પ્રજા છે ત્યારે આદિવાસી દિવસે સ્કૂલ કોલેજમાં રજા જાહેર થાય અને રંગેચંગે તેની ઉજવણીની સાથે આદિવાસી પરંપરા,સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે રજૂઆત કરવામાં આવી છે. માંગો પુરી નહીં થાય તો આગામી સમયમાં ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here