Saturday, September 18, 2021
Homeસુરત : સિવિલનો કડવો અનુભવ : રાત્રે બ્લડ લેવાવાળા કોઈ કર્મચારી નથી
Array

સુરત : સિવિલનો કડવો અનુભવ : રાત્રે બ્લડ લેવાવાળા કોઈ કર્મચારી નથી

રાત્રે બ્લડ લેવાવાળા કોઈ કર્મચારી નથી,’ શહેરની બીજી બ્લડ બેંકમાં જાઓ, કહી સુરત સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકમાંથી એક ડોનરને પીડિત પરિવાર સાથે હાંકી કઢાયો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જોકે મિત્રોએ રૂસ્તમ માટે બ્લડની વ્યવસ્થા કરવા સોશિયલ મીડિયામાં મેસેજ વાઈરલ કરી બ્લડ ડોનરની વ્યવસ્થા કર્યા બાદ પણ શ્રમજીવી દર્દીને બ્લડ નહિ આપી શકતાં આરોગ્ય વિભાગ માટે બનેલી શરમજનક ઘટનાને લઈ લોકો અને સામાજિક કાર્યકર્તાઓમાં રોષ જોવા મળ્યો છે. સુરત નવી સિવિલમાં મંગળવારની રાત્રે બનેલી ઘટનાની તમામ વાસ્તવિક હકીકત તબીબી અધીક્ષક સુધી પહોંચતાં ફરી આવું નહીં થાય એમ સાંભળવા મળ્યું છે.

મિત્રોએ બ્લડની વ્યવસ્થા કરવા સોશિયલ મીડિયામાં મેસેજ વાઈરલ કર્યો

કતારગામ વિસ્તારના રૂસ્તમ શાહ (ઉં.વ.32)ને લિવરની સારવાર માટે સિવિલમાં દાખલ થયા હતા. તેમને લોહીની ઊલટી અને ઝાડા થઈ રહ્યાં હોવાથી બી-પોઝિટિવ બ્લડની જરૂર હોવાનું સારવાર કરનાર તબીબોએ કહ્યું હતું. હંમેશાંની જેમ આ વખતે પણ સિવિલની બ્લડ બેંકમાં બ્લડ નહીં હોવાનું રટણ ચાલ્યું હતું, જેને લઈ મિત્રોએ રૂસ્તમ માટે બ્લડની વ્યવસ્થા કરવા સોશિયલ મીડિયામાં મેસેજ વાઈરલ કર્યો હતો.

સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકમાં પીડિત પરિવારને કડવો અનુભવ થયો.
સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકમાં પીડિત પરિવારને કડવો અનુભવ થયો.

સિવિલની બ્લડ બેંકમાં કડવો અનુભવ થયો

પરિવારે વધુમાં કહ્યું હતું કે મેસેજ જોઈ લિંબાયત, મદીના મસ્જિદ વિસ્તારના વાજીદ મન્સૂર અને અરબાઝભાઈ સિવિલમાં પહોંચ્યા હતા. રૂસ્તમના પરિવારને લઈ બ્લડ બેંકમાં ગયા હતા, જ્યાં બ્લડ ડોનરની સાથે પીડિત પરિવારને અહીંના કર્મચારીનો કડવો અનુભવ થયો હતો. કર્મચારીની બેદરકારીને પગલે તેઓ રૂસ્મત માટે સમયસર બ્લડ વ્યવસ્થા કરી શક્યા નહોતા. આ મામલે સમાજસેવક ધર્મેશ ગામી દ્વારા સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાગિણી વર્માને ફરિયાદ કરાતાં કર્મચારીએ તેમને પણ ગેરમાર્ગે દોરવા પ્રયાસ કરાયો હતો.

રાત્રે બ્લડ બેંકમાં બ્લડ લેવાવાળું કોઈ ન હતું.
રાત્રે બ્લડ બેંકમાં બ્લડ લેવાવાળું કોઈ ન હતું.

સિવિલમાંથી હાંકી કઢાયા બાદ સ્મિમેરમાં બ્લડની વ્યવસ્થા કરી

વાજીદે જણાવ્યું હતું કે અરબાઝનું બી-પોઝિટિવ બ્લડ ગ્રુપ હોઈ તેમણે બ્લડ આપવા તૈયારી દર્શાવી હતી અને બ્લડ બેંકમાં પહોંચ્યા હતા. ફરજ પરના કર્મચારીએ ધરાર ઇનકાર કરી રાત્રે બ્લડ લેવાવાળા કોઈ કર્મચારી પણ નથી, શહેરની બીજી બ્લડ બેંકમાં જવા કહ્યું હતું. ત્યાર બાદ સ્મિમેરમાં ડોનર અરબાઝ સાથે જઈ ત્યાં બ્લડ આપી રૂસ્તમ શાહ માટે બ્લડની વ્યવસ્થા કરી હતી.

રાત્રિના સમયે ફક્ત બ્લડ લેવા માટે એક કર્મચારી મૂકવામાં આવશે.
રાત્રિના સમયે ફક્ત બ્લડ લેવા માટે એક કર્મચારી મૂકવામાં આવશે.

ફરજ પરના ટેક્નિશિયન દ્વારા ભૂલ થઈ હોવાનો સ્વીકાર

આ મામલે બ્લડ બેંકના વડા ડો. મયૂર જરગે જણાવ્યું હતું કે રાત્રિના સમયે ફરજ પરના ટેક્નિશિયન દ્વારા ભૂલ થઈ છે. તેની પાસે ખુલાસો માગવામાં આવશે. ભવિષ્યમાં આવી ઘટના ના બને એ માટે રાત્રિના સમયે ફક્ત બ્લડ લેવા માટે એક કર્મચારી મૂકવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments