સુરત : ભાજપના ઉમેદવાર બળદગાડામાં બેસીને પ્રચાર કરી રહ્યાં છે

0
25
  • મતદારોને રીઝવવા માટે ઉમેદવારો દ્વારા અવનવી તરકીબો અજમાવવામાં આવી રહી છે

હાલમાં ગુજરાત રાજકિય રંગે રંગાઈ ગયું છે. રાજકિય પક્ષોના ઉમેદવારો ચૂંટણીમાં જીતવા માટે મતદારોને રીઝવવા અથાક પ્રયાસો કરી રહ્યાં છે. તેઓ પ્રચારમાં લોકોને કુતુહલ થાય તેવા પણ પ્રયાસો કરી રહ્યાં છે. કોઈ ઉમેદવાર બળદગાડામાં બેસીને પોતાના વિસ્તારમાં પ્રચાર કરી રહ્યો છે. તો કોઈ ઉમેદવાર ડિજિટલ પ્લેટફોર્મ પર મતદારો સુધી પહોંચવા માટે પ્રયત્ન કરી રહ્યાં છે. સુરતમાં હાલમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા થઈ રહેલા પ્રચારને લઈને લોકોમાં ચર્ચાઓ જાગી છે.
લોકો ભાજપમાં શાસનમાં તોબા પોકારી ગયા છે
સુરતમાં વોર્ડ નંબર 12ના કોંગ્રેસના ઉમેદવાર કવિતાબેન સુરેશભાઈ ગોહિલ એ જણાવ્યું હતું કે હું છ વર્ષથી અને મારા સાસુ-સસરા અને પતિ વર્ષો જુના કોંગ્રેસ કાર્યકર તરીકે કામ કરતા આવ્યા છે. પાલિકાની ચૂંટણીમાં ડોર ટુ દોર પ્રચાર કરી રહ્યા છે. લગભગ તમામ લોકોની એક જ ફરિયાદ છે એ ભાવ વધારા અને મોંઘવારી, મોટી સંખ્યામા લોકો કોંગ્રેસને આવકારી રહ્યા છે. UPA સરકારમાં 300થી 330 રૂપિયાની ગેસ બોટલ આજે 825 રૂપિયા પર પહોંચી ગઈ છે. લોકોના ખાતામાં સબસીડી નો કોઈ રૂપિયો આવતો નથી. લોકો ભાજપમાં શાસનમાં તોબા પોકારી ગયા છે.

કોંગ્રેસના ઉમેદવારે ગેસની બોટલ સાથે પ્રચાર કર્યો
કોંગ્રેસના ઉમેદવારે ગેસની બોટલ સાથે પ્રચાર કર્યો

ભાવ વધારાને લઈ ગેસ બોટલ સાથે પ્રચારમાં નીકળ્યા
તેમણે જણાવ્યું હતું કે, આજે ભાવ વધારાને લઈ ગેસ બોટલ સાથે પ્રચારમાં નીકળ્યા હતા. પ્રાણનાથ સોસાયટી થી લઈ કુબેર પાર્ક, દરબાર નગર, પ્રણામી મંદિર ની આજુબાજુના અનેક વિસ્તારોમાં ફર્યા બસ તમામ મતદારો ગેસ બોટલના ભાવ વધારા અને મોંઘવારી ને લઈ માથે હાથ મૂકી ને બેઠા છે. કોંગ્રેસ ને આવકાર આપી ભાજપના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હોવાની વાત કરી રહ્યા છે. વધુમાં જણાવ્યું હતું કે મને બે સંતાન છે અને હું એક શિક્ષિકા તરીકે નોકરી કરી રાજકારણમાં કામ કરી રહી છું. મારા પતિ પણ સ્ટોક બ્રોકર છે મારું આખું પરિવાર એજ્યુકેટેડ છે અમને આનંદ છે કે અમે કોંગ્રેસના ઉમેદવાર છે અને કાર્યકર્તા તરીકે કામ કરતા રહીશું.

ભાજપના ઉમેદવાર ઘોડા પર પ્રચાર કરવા માટે નીકળ્યા
ભાજપના ઉમેદવાર ઘોડા પર પ્રચાર કરવા માટે નીકળ્યા

ભાજપના 4 ઉમેદવારો બળદગાડામાં બેસીને પ્રચાર કર્યો
સુરત વોર્ડ નંબર 7 માં પણ ઉમેદવારોએ મતદારોને રિઝવવાનો અનોખો પ્રયાસ કર્યો છે. ભાજપના 4 ઉમેદવારો બળદગાડામાં બેસીને તેમના મત વિસ્તારમાં પ્રચાર કર્યો છે.ક્યારેક સાઇકલનો ઉપયોગ કરે છે તો ક્યારેક બળદગાડાનો ઉપયોગ કરે છે. નેતાઓ પોતાના મતદારો સુધી પહોંચવા માટે તમામ પ્રયાસો કરતા દેખાઈ રહ્યા છે વોર્ડ નંબર 7માં મહદંશે સૌરાષ્ટ્રવાસીઓ મતદારો છે સૌરાષ્ટ્રમાં જે રીતે ખેતી ને મહત્વ આપવામાં આવે છે. તેને ધ્યાનમાં રાખીને પારંપરિક રીતે તેમના વચ્ચે જવાથી ચોક્કસ ઉમેદવારોને લાભ થઈ શકે તે બાબતને ધ્યાનમાં રાખીને બળદગાડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
રાજકારણના તમામ રંગો પ્રચાર અભિયાનમાં જોવા મળી રહ્યા છે
બળદગાડાને જે રીતે શણગારવામાં આવ્યું હતું તે જોઈને સમગ્ર વિસ્તારમાં ભારે કુતૂહલ જોવા મળ્યું હતું. બળદગાડામાં બેઠેલા ઉમેદવારોની ચર્ચા સમગ્ર શહેરમાં થઈ હતી. રાજકીય પક્ષો પણ એવો પ્રયાસ કરી રહ્યા છે કે સામાન્ય પ્રચાર કરવા કરતા કંઈક અનોખા વિકલ્પો વિચારી ને પ્રચાર કરવામાં આવે તો મતદારોને પોતાની તરફ આકર્ષી શકાય છે. રાજકીય પક્ષોના પ્રચાર હાલ ચરમસીમા ઉપર છે. ત્યારે રાજકારણના તમામ રંગો પ્રચાર અભિયાનમાં જોવા મળી રહ્યા છે. આધુનિક રીતે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ તો બીજી રીતે પારંપરિક વિકલ્પ થકી મતદારોને પોતાની તરફેણમાં મત આપવા માટે આકર્ષવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here