લાઠી : ગાંધીજીની પ્રતિમા તૂટવા મામલે સુરતના ઉદ્યોગપતિ સવજી ધોળકીયા નિવેદન આપવા લાઠી પોલીસ સ્ટેશને આવ્યા

0
19

અમરેલી: લાઠી નજીક દુધાળા ગામમાં હરિકૃષ્ણ સરોવરમા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની મૂર્તિ તૂટવાની ઘટનામાં લાઠી પોલીસે સુરતના ઉદ્યોગપતિ સવજી ધોળકિયાને 13 જાન્યુઆરી સુધીમાં હાજર થવા સમન્સ પાઠવ્યું હતું. આથી સવજી ધોળકીયા પોતાનું નિવેદન નોંધાવા માટે આજે લાઠી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને નિવેદન નોંધાવ્યું હતું. આ માટે એએસપી પ્રેમસુખ ડેલુ પણ લાઠી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.

મૂર્તિ સરકારી જગ્યા પર મુકવામા આવી હતી

હકીકતમાં આ મુર્તિ કોઇએ તોડી નથી પરંતુ ટ્રેક્ટર અથડાવવાથી તૂટ્યાનું ખુલ્યા બાદ પોલીસ આ પ્રકરણમા જાણીતા ઉદ્યોગપતિ સવજીભાઇ ધોળકીયાની પૂછપરછ કરવા માટે સમન્સ પાઠવ્યું હતું. આ મૂર્તિ સરકારી જગ્યા પર મુકવામા આવી હતી. જેને પગલે કોઇ ગુનો બને છે કે કેમ? તેની તપાસ પણ પોલીસે શરૂ કરી હતી. ધોળકિયા ફાઉન્ડેશનના માણસોની ઓડિયો ક્લિપ વાઇરલ થઇ હતી. જેમાં દાદા નામના શબ્દનો ઉલ્લેખ થયો હતો. આથી પોલીસ આ માણસો વિરૂદ્ધ જાણવા જોગ ફરિયાદ દાખલ કરી હતી. આથી સવજી ધોળકિયાની પૂછપરછ કરવામાં આવી છે.

2 જાન્યુઆરીએ મૂર્તિ તૂટી અને જાહેર 4 તારીખે કરાયું હતું

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની મૂર્તિ તોડી પાડવાની ઘટનામાં ટ્રેક્ટરની ટક્કરમાં તૂટી ગઇ હતી. અને બાદમા તેનો કાટમાળ પણ હટાવી લેવાયો હતો. આ ઘટના બીજી તારીખે બની હોવાનું કહેવાય છે. જો કે ત્યારબાદ ચોથી તારીખે રાત્રે આ અંગે કોઇએ મૂર્તિ તોડી છે તેવું પોલીસમાં જાહેર કરવાનું નક્કી કરી મૂર્તિના ટૂકડા ફરી ત્યાં ગોઠવી દેવાયા હતા અને સવારે આ મુદ્દે કાગારોળ મચાવાઇ હતી. જો કે પોલીસે આ અંગે ઉંડાણથી તપાસ કરી હતી.

મૂર્તિ સાથે વાહન અથડાયાના નિશાન મળ્યા હતા

એફએસએલની તપાસમા મૂર્તિ સાથે કોઇ વાહન અથડાયાના નિશાન મળ્યા હતા. જ્યારે એક ટ્રેક્ટરમાં તપાસ કરતા તેની સાથે મૂર્તિ અથડાયાના નિશાન પણ મળ્યા હતા. જેને પગલે પોલીસે અહીંના ચાર વહિવટકર્તાઓને ઉપાડી લઇ તેમના મોબાઇલની પણ તલાશી લેતા ઘટનાની આગલી રાત્રે થયેલી વાતચીતની ક્લીપો પણ મળી આવી હતી. જેમાં મૂર્તિ તૂટ્યાની સવજીભાઇને જાણ કરાઇ છે જે માટે ફરી ટૂકડાઓ ત્યાં ગોઠવી દેવાનો પ્લાન સ્પષ્ટ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here