સુરત – પાંડેસરામાં સિટી બસના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગૂમાવતા બસ રેલીંગ સાથે અથડાઈ,કોઈ જાનહાનિ નહીં

0
9
બસનો એક્સિડન્ટ થયો ત્યારે કોઈ મુસાફરો ન હોવાથી ઈજા જાનહાનિ ટળી હતી.
  • પાંડેસરામાં આવેલા દક્ષેશ્વર મંદિર પાસે અકસ્માત
  • સિટી બસ બીઆરટીએસ રેલિંગ સાથે અથડાઇ
બસનો એક્સિડન્ટ થયો ત્યારે કોઈ મુસાફરો ન હોવાથી ઈજા જાનહાનિ ટળી હતી.

સીએન 24 ગુજરાત

સુરતપાંડેસરા વિસ્તારમાં સિટી બસના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ રેલીંગ સાથે અથડાઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ બસને ભારે નુકશાન થયું હતું.

કોઈ ઈજા જાનહાનિ નહીં

પાંડેસરા વિસ્તારમાં આવેલા દક્ષેશ્વર નગર પાસે સિટી બસના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગૂમાવતા અકસ્માત સર્જાયો હતો. બસ સીધી રેલીગ સાથે અથડાઈ હતી. ઘટનાને પગલે ચકચાર મચી હતી. જો કે બસમાં કોઈ મુસાફર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. આ ઉપરાંત આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. પરંતુ બસને ભારે નુકશાન થવા પામ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here