સુરત : પોઝિટિવ કેસનો આંક 2589 પર પહોંચ્યો, મૃત્યુઆંક 95 અને 1664 દર્દી રિકવર થયા

0
0

સુરત. મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 2589 થઈ ગઈ છે. આ સાથે કોરોનાનો શહેર જિલ્લાનો મૃત્યુઆંક 95 થઈ ગયો છે. ગતરોજ શહેરમાંથી 59 અને જિલ્લામાંથી 4 મળી કુલ 63 દર્દી કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જેથી રિકવર થનાર દર્દીઓની સંખ્યામાં 1664 પર પહોંચી ગઈ છે. નવા નોંધાયેલા પોઝિટિવ કેસોમાં પ્રાઈવેટ તબીબ, સિવિલ હોસ્પિટલની નર્સ, સરદાર માર્કેટના કમીશન એજન્ટ અને કેશિયર, રિલાયન્સના પ્લાન્ટ ઓપરેટર તેમજ એલઆઈસી એજન્ટનો સમાવેશ થયો છે.

સરદાર માર્કેટના કમિશન એજન્ટ અને કેશિયર સંક્રમિત થયા

વરાછા વિસ્તારમાં રહેતા અને સરદાર માર્કેટના કેશિયરનો ગુરુવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેવી જ રીતે પર્વત પાટિયા વિસ્તારમાં રહેતા સરદાર માર્કેટના કમીશન એજન્ટનો પણ ગુરુવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

રિલાયન્સના પ્લાન્ટ ઓપરેટરને પણ ચેપ લાગ્યો

વરાછા વિસ્તારમાં રહેતા અને રિલાયન્સ કંપનીમાં પ્લાન્ટ ઓપરેટર તરીકે નોકરી કરતા યુવકને કોરોનાના લક્ષણો બાદ તપાસ કરાવી હતી. ગુરુવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

સિવિલના વધુ એક સ્ટાફ નર્સ, પ્રાઈવેટ ડોક્ટર સંક્રમિત

સાઉથ ઝોન વિસ્તારમાં રહેતા અને સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફ નર્સને પણ કોરોનાના લક્ષણો બાદ તપાસ કરાવી હતી. ગુરુવારે તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તેવી જ રીતે લિંબાયત વિસ્તારમાં પ્રાઈવેટ ક્લિનિક ચલાવતા વધુ એક તબીબને પણ કોરોનાના લક્ષણો બાદ ગુરુવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

કમ્પ્યુટર એન્જિનિયર, એલઆઈસી એજન્ટ, કરીયાણા અને મોબાઈલના દુકાનદાર પણ સંક્રમીત

કતારગામ વિસ્તારમાં રહેતા એક કમ્પ્યુટર એન્જિનિયરનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેવી જ રીતે કતારગામ વિસ્તારમાં જ રહેતા એલઆઈસી એજન્ટનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત અમરોલી વિસ્તારમાં રહેતા કરિયાણાના દુકાનદાર, તેમજ પાંડેસરા વિસ્તારમાં રહેતા મોબાઈલના દુકાનદાર પણ સંક્રમીત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here