સુરત – માસ્ક ન પહેરતા દંડની કાર્યવાહી કરતા પોલીસ સાથે ઘર્ષણ, એકઠાં થયેલા ટોળામાંથી એક યુવાને પોલીસને લાત મારી

0
10
પોલીસ સાથે ઘર્ષણમાં ટોળું ઉતરી આવ્યું હતું
પોલીસ સાથે ઘર્ષણમાં ટોળું ઉતરી આવ્યું હતું
  • એક યુવક સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી ધરપકડ કરાઈ

સીએન 24,ગુજરાત

સુરત. કોરોના વાઈરસને લઈને લઈને અનલોક-1 બાદ ગુજરાતમાં સતત કેસ વધી રહ્યા છે ત્યારે લોકોને ફરજીયાત માસ્ક પહેરવાની સરકારની સૂચના છે અને કોરોના ગાઈડ લાઇન છે. ત્યારે આજથી પોલીસ દ્વારા માસ્ક નહી પહેરનારને દંડ કરવાની સત્તા આપવામાં આવી છે. દરમિયાન આજે એક યુવાનને પોલીસ અટકાવ્યા બાદ ધર્ષણ થયું હતું. ઘર્ષણના કારણે ટોળું એકઠું થઈ ગયું હતું. જેમાંથી એક યુવકે પોલીસને લાત મારી હતી. ત્યારબાદ પોલીસે એક યુવાન વિરુદ્ધ પોલીસની ફરજમાં રૂકાવતનો ગુનો નોંધી ધરપકડ કરી છે.

પોલીસ કર્મી સાથે ઘર્ષણ સર્જાયું
સુરત પોલીસ દ્વારા માસ્કન પહેરનારને દંડ કરવામાં આવી રહ્યો છે ત્યારે અડાજણ વિસ્તારમાં મેડિકલ એન્જિનીયર પોતાનું કામ પૂરું કરી વરાછા બાજુ જતો હતો. દરમિયાન કતારગામ દરવાજા નજીક પોલીસે આ યુવાન અટકાવી લાયસન્સ સાથે ગાડીના ડોક્યુમેન્ટ માગ્યા હતા. ત્યારબાદ પોલીસ કર્મી સાથે ઘર્ષણ સર્જાયું હતું. જેથી લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને ટોળામાંથી એક યુવાને પોલીસ કર્મીને લાત મારી હતી. જોકે, થોડીવારમાં પોલીસના ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મેડિકલ એન્જિનીયર યુવાન વિરુદ્ધ પોલીસની ફરજમાં રુકાવટનો ગુનો નોંધી ધરપકડ કરી છે. જોકે, લોકો દ્વારા યુવને ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here