Thursday, October 28, 2021
Homeસુરત : સિવિલ હોસ્પિટલમાં વર્ગ-3 અને 4ના કર્મચારીઓ પગારને લઈને હડતાળ પર...
Array

સુરત : સિવિલ હોસ્પિટલમાં વર્ગ-3 અને 4ના કર્મચારીઓ પગારને લઈને હડતાળ પર ઉતર્યા

સુરત શહેરની સિવિલ હોસ્પિટલના વર્ગ-3 સફાઈ કામદારો અને વર્ગ-4ના 400થી 500 કર્મચારીઓ બે મહિનાના બાકી પગારને લઈને હડતાળ પર ઉતરી ગયા છે. કર્મચારીઓએ કહ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ પાસે સફાઈ કર્મચારીઓ ને પગાર આપવાના પૈસા જ નથી. ગ્રાન્ટ નથી આવી કહીં પગાર માગવા જતા કેટલાક કર્મચારીઓને નોકરી પરથી છુટા કરી દેવાતા બેકાર બન્યા છે. અગાઉ પણ પગાર અટકાવી તંત્રએ પેટ પર લાત મારી હતી, હવે નહીં ચલાવીએ. વર્ગ-3 અને 4ના કર્મીઓની હડતાળના પગલે સિવિલ હોસ્પિટલ ની તમામ કામગીરી અટવાઈ ગઈ છે. ઓપરેશન થિયેટર, વોર્ડ, પીએમ, ટ્રોમા સેન્ટર, ઓપીડી સહિતની કામગીરીથી વર્ગ 4ના કર્મચારીઓ દૂર રહ્યા છે અને રસ્તા પર બેસી વિરોધ નોંધાવી રહ્યા છે. દરમિયાન આમ આદમી પાર્ટી વર્ગ-3 અને 4ના કર્મચારીઓની મદદે આવી છે અને વિરોધમાં જોડાયા છે.

ડરીને જીવીએ છીએ એટલે વગર પૈસે કામ કરાવે છેઃ કર્મી

હડતાળ પર ઉતરેલા કર્મચારીઓએ જણાવ્યું હતું કે, ડરના માહોલ વચ્ચે કર્મચારીઓની ધીરજ ખૂટી છે નોકરી જાય તો ચાલશે પણ જીવ બચાવવો છે મારો અને મારા પરિવારનો. પરિવાર ભૂખ્યું રહે અને અમે સિવિલમાં ગરીબ દર્દીઓની સેવા ચાકરી કરીએ છીએ. સરકાર ડોક્ટરોનો પગાર અટકાવે તો એમને પણ ખબર પડી જાય. અમે ગરીબ છીએ અને ડરીને જીવીએ છીએ એટલે વગર પૈસે કામ કરાવે છે હવે એ પણ સાબિત થઈ ગયું છે. ડોક્ટર દર્દીઓની માત્ર સારવાર જ કરે છે, અમે તો એમનો ગંદવાડો સાફ કરીએ છીએ જે ડોક્ટર તો શું પરિચારિકા પણ નહીં કરી શકે.

પગાર ન થવાના કારણે આર્થિક સ્થિતિ કથળી હોવાનું કર્મીઓએ કહ્યું.

પગાર ન થવાના કારણે આર્થિક સ્થિતિ કથળી હોવાનું કર્મીઓએ કહ્યું.

70 જણાનો હજી પગાર થયો નથીઃ કર્મી

દિલીપ રામચંદ્ર કલાને (ઉ.વ. 35, રહે. પાંડેસરા હાઉસિંગ) એ જણાવ્યું હતું કે, ડિસેમ્બરમાં નોકરી પર લાગ્યો હતો. હાલ ઓર્થો પેદીક વોર્ડમાં કામ કરતો હતો. હું મારા ભાઈ અને એના પરિવાર સાથે રહું છું. નવી ભરતીમાં જોડાયેલા 70 જણાનો હજી પગાર થયો નથી. 10 હજારમાં પીએફ કાપી લેવાની વાત કરી પગાર નક્કી થયો હતો. જોકે બે મહિનાથી પગાર મળ્યો નથી.

વિરોધમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ.

વિરોધમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ.

ઘરના બે મહિનાના લાઈટ બીલ ભરવાના બાકીઃ કર્મી

મહેશ ગરાણીયા (મેડિકલ કોલેજમાં પટાવાળો) એ જણાવ્યું હતું કે બે મહિનાથી પગાર નથી થયા, 400-500 કર્મચારીઓ આર્થિક ભીષમાં મૂકાઈ ગયા છે. વ્યાજ પર રૂપિયા લાવી ઘર ચાલવી રહ્યા છે, ભાડા ચૂકવી રહ્યા છે, પેટ્રોલના ખર્ચ અને પોતાના ખર્ચ કાઢી રહ્યા છે. હવે કમર તૂટી ગઈ છે બસ જ્યાં સુધી પગાર નહિ ત્યાં સુધી કામ નહીં, સાથે સાથે પગાર દર મહિને સમય સર થાય એવી અમારી માગ છે. દર્દીની જવાબદારી અમારા માથે મૂકી દે છે તો અમારી જવાબદારી પણ ઉપાડો. પરિવાર સાથે જીવીએ છીએ અને બે મહિનાના લાઈટ બીલ પણ માથે ચડ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments