સુરતની કોલેજ ગર્લ ત્રણવાર આપઘાત કરવામાં નિષ્ફળ ગઈ, ચોથીવાર એપાર્ટમેન્ટના ચોથામાળેથી કૂદી છતાં બચી ગઈ, હવે કહ્યું- મારે ઘરે નથી જવું

0
17

સુરતમાં બે દિવસ પહેલા રાત્રે અર્ધબેભાન હાલતમાં કોલેજ ગર્લ મળી આવી હતી. તેના ગુપ્તાંગના ભાગેથી લોહી નીકળતું હોવાથી પોલીસે દુષ્કર્મ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. જોકે, યુવતી ભાનમાં આવ્યા બાદ નાટ્યાત્મક વળાંક આવ્યો હતો. જેમાં યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું હતું. યુવતી ઘરેથી નીકળ્યા બાદ ડુમસ, ઉભરાટમાં આપઘાત કરવામાં નીષ્ફળ રહી હતી. ત્યારબાદ કોકરોચ મારવાની દવા ખાધી હતી. જેમાં પણ વોમિટ થઈ જતા નિષ્ફળ રહેતા પાર્લે પોઈન્ટ ખાતે આવેલા એપાર્ટમેન્ટના ચોથામાળે ટેરેસ પરથી કૂદી ગઈ હતી. જોકે, તેમાં પણ બચી ગઈ હતી. યુવતી પોલીસ સામે એક જ રટણ કરી રહી છે કે, મારે ઘરે નથી જવું.

ગોડાદરામાં રહેતી યુવતી કરિશ્મા(નામ બદલ્યું છે) બુધવારે સવારે ઘરેથી નીકળી ત્યારે 7 હજારની રકમ તિજોરીમાંથી કાઢી લાવી હતી. પછી પહેલા પરવટ પાટિયા પાસે કપડાની દુકાનમાંથી રૂ. 5180ના કપડા ખરીદી કરી ઘર નજીક બ્યૂટીપાર્લરમાં નવા કપડા પહેરી તૈયાર થઈ હતી. બ્યૂટીપાર્લરમાં 300 રૂપિયા આપી ત્યાંથી 120 રૂપિયામાં ભાડેથી રિક્ષા કરી ડુમસ ગઈ હતી. ડુમસમાં નાસતો અને પાણીની બોટલ ખરીદી હતી. ડુમસમાં આપઘાત કરવાનો યુવતીનો પ્લાન હતો. પણ દરિયામાં પાણી ઓછું હોવાથી પાછી 90 રૂપિયા ભાડુ નક્કી કરી રિક્ષામાં મગદલ્લા ચોકડી આવી હતી.

ચોથામાળેથી કૂદતા પહેલા મોબાઈલ ફોન તોડી નાખ્યો
મગદલ્લા ચોકડીથી 1200 રૂપિયામાં ભાડેથી કારમાં બેસી ઉભરાટ ગઈ પણ દરિયા કિનારે જવાનો પ્રવેશદ્વાર બંધ હતો. જેથી ત્યાંથી રિટર્ન મગદલ્લા ચોકડી આવી રિક્ષા કરી અંબિકા નિકેતન ગઈ હતી. જ્યાં મેડિકલ સ્ટોરમાંથી કોકરોચ મારવાનો ચોક ખરીદી ખાઈ લેતા વોમિટ થવા લાગી હતી. જેથી યુવતીને એવું હતું કે, હું મરીશ નહિ એટલે તેણી નજીકમાં ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ટેરેસ પર પહોંચી ગઈ હતી. 7 હજારમાંથી 6980 ખર્ચ કરી માત્ર 10-10ની બે ચલણી નોટ ટેરેસ પર મુકી પિતાને મેસેજ કરી મોબાઇલ તોડી નાખી ટેરેસ પરથી છલાંગ મારી દીધી હતી. ત્યારે યુવતી બારીના સજ્જા સાથે અથડાતા તેણીના શરીરે મલ્ટીપલ ફેક્રચર થયા છે. ટૂંકમાં બારીને લીધે બચાવ થયો હતો.

એક જ રટણ, મારે ઘરે નથી જવું……!
ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવેલી કોલેજ ગર્લ કરિશ્માએ ભણવા માટે માતા-પિતાનું દબાણ હતું અને પોતે નેટવર્કીંગનો બિઝનેશ કરવા અને પોતાની મરજીથી જીંદગી જીવવા ઇચ્છતી હતી. પરંતુ તે અશક્ય જણાતા તેણે આપઘાત કરવાનો પ્લાનીંગ કરી કોલેજમાં ફોર્મ ભરવા જવાના બહાને ઘરેથી નીકળી હતી અને ગોકુલધામ એપાર્ટમેન્ટના ચોજા માળે ધાબા પરથી છલાંગ લગાવી હતી. જેને પગલે થયેલી ઇજાથી કરિશ્મા 24 કલાક સુધી બેભાન રહી હતી. કરિશ્મા ભાનમાં આવ્યા બાદ પોલીસે ઘટનાનો તાગ મેળવવા પ્રયાસ કર્યો હતો. જેમાં કરિશ્માએ કહ્યું હતું કે પોતાની મરજીથી જીંદગી જીવવા ઇચ્છે છે અને મારે હજી પણ ઘરે જવું નથી.

મોત વ્હાલું કરતા પહેલા બધા શોખ પુરા કર્યા
નેટવર્કીંગ બિઝનેશમાં પોતાનું નસીબ અજમાવવા ઇચ્છતી કરિશ્માએ માતા-પિતાની બંદીશમાંથી બહાર આવવા માટે મોત વ્હાલું કરવાનો રસ્તો અપનાવ્યો હતો. પરંતુ મોત વ્હાલું કરે તે પહેલા પોતાના શોખ અને ઇચ્છાઓ પુરી કરવા ઇચ્છતી હતી. જેથી ઘરેથી 7 હજાર રૂપિયા લઇ નીકળી હતી તેમાંથી 5180 રૂપિયામાં જીન્સ, ટોપ, શોર્ટસ વિગેરે કપડા ખરીદ્યા હતા. નવા ખરીદેલા કપડા લઇ બ્યુટી પાર્લરમાં ગઇ હતી અને ત્યાં પોતાનો પસંદનો મેકઅપ કરાવી 300 રૂપિયા ચુકવ્યા હતા અને નવા ખરીદેલા કપડા પહેરી મોત વ્હાલું કરવા નીકળી હતી.

નેટવર્કીંગ બિઝનેશ પણ શરૂ કર્યો હતો
અભ્યાસ માટે માતા-પિતાનું દબાણ પરંતુ પોતાની મરજીથી જીંદગી જીવવા ઇચ્છતી કરિશ્મા મોટીવેશન માટે શોનુ શર્મા નામના મોટીવેશનલ સ્પીકરના વીડિયો હંમેશા જોતી હતી. પોતાની જીંદગીને કઇ રીતે સફળ બનાવવી તે માટેના વીડિયો જોઇ કરિશ્માએ વેસ્ટીસ મલ્ટીલેવલ માર્કેટીંગ નામની કંપની પણ પંદરેક દિવસ અગાઉ જોઇન્ટ કરી હતી. પરંતુ માતા-પિતા આ બાબતથી ખુશ ન હતા અને કરિશ્માને આ બાબત અંદરો અંદર સતાવી રહી હતી.

કમરના ભાગે પટકાતા ગુપ્તાંગમાં ઇજા થઇ હતી
કરિશ્માએ જ્યાંથી મોત વ્હાલું કરવા છલાંગ લગાવી હતી તે ગોકુલધામ એપાર્ટમેન્ટના ધાબાની પેરાફીટ સૌપ્રથમ બેસી ગઇ હતી અને ત્યાર બાદ જમ્પ માર્યો હતો. પરંતુ બીજા માળે બારીના છજ્જા સાથે અથડાય હતી અને તે નીચે કમરના ભાગે પટકાય હતી. જેથી પીઠના ભાગે અને જાંઘના ભાગે ઇજા થઇ હતી અને કમરના ભાગે ઇજા થવાથી ગુપ્તાંગમાંથી લોહી નીકળ્યું હોવાનું તબીબોએ પોલીસને જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here