સુરત : આજે વેક્સિન નહીં મૂકાય તો કાલે વેપાર કેવી રીતે કરીશુંની મૂંઝવણ

0
12

સુરત શહેરમાં કોરોના કેસમાં ધરખમ વધારો થયો છે. ત્યારે પાલિકા દ્વારા કાપડ અને હીરા બજાર સહીત દુકાનદારોએ ફરજીયાત વેક્સિન લેવા માટે જાહેરાત કરવામાં આવી છે. જેના પગલે આજે તમામ વેક્સિન સેન્ટરો પર લાંબી લઈનો લાગી છે. જોકે, સવારથી ઉભેલા લોકોને બપોર થવા છતાં વેક્સિનેશન કરવામાં આવ્યું નથી. ત્યારે સુરતમાં વેક્સિનની અછત સર્જાઈ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.

બપોર સુધી કોઈને પણ વેક્સિનના ડોઝ અપાયા નથીઃ કાપડ વેપારી
નરેશ અગ્રવાલ (કાપડ વેપારી)એ જણાવ્યું હતું કે, માર્કેટમાં વેક્સિન લીધા વગર પ્રવેશ નહીં મળે એની જાહેરાત બાદ આજે લગભગ સુરતના તમામ વેક્સિન સેન્ટરો પર ભીડ જામી છે. એટલું જ નહીં પણ સવારે સાત વાગ્યાથી લોકો વેક્સિન લેવા માટે લાઈન લગાવી ઉભા છે. પરંતુ બપોર સુધી કોઈને પણ વેક્સિનના ડોઝ અપાયા નથી. એમ કહેવાય છે કે હજી વેક્સિન આવી નથી, તમામ વેપારીઓ આશ્ચર્યમાં પડી ગયા છે. જો આજે વેક્સિન નહીં લઈએ તો કાલે સોમવારે માર્કેટમાં પ્રવેશ કેવી રીતે મળશે અને કેવી રીતે વેપાર કરીશું એની મૂંઝવણમાં મૂકાય ગયા છે.

સવારથી જ તમામ વેક્સિનેશન સેન્ટર પર લાઈનો લાગી છે.
સવારથી જ તમામ વેક્સિનેશન સેન્ટર પર લાઈનો લાગી છે.

વેક્સિનેશનમાં લોલમલોલનો આક્ષેપ
નામ ન જણાવવાની શરતે એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, અલથાણ વેક્સિન સેન્ટર પર તારીખ અને સમય આપવામાં આવે છે. ત્યારબાદ એ તારીખ અને સમય પર જનાર વ્યક્તિને બપોરે બોલાવવામાં આવે છે. બપોરે જનાર વ્યક્તિને ટોકન પુરા થઈ ગયા કાલે આવજો કહી પરત મોકલી દેવાય છે. વેક્સિન લેવા માટે સરકાર જાહેરાત પાછળ લાખો રૂપિયા બગાડે છે લોકોને જાગૃત કરે છે અને જાગૃત નાગરિકને વેક્સિન સેન્ટર પર ધક્કા ખવડાવવામાં આવે છે એટલે લોકો કંટાળીને આજે પણ ચાલી ગયા છે. લગભગ તમામ સેન્ટરો પર મિસ મેનેજમેન્ટને લઈ લોકો હેરાન થઈ રહ્યા છે પણ કહે કોને, જેથી વેક્સિન લીધા વગર માહામારી ના મેદાનમાં દોડી રહ્યા છે.

કાપડ બજાર કે હીરા બજારમાં પ્રવેશ પર પણ પ્રતિબંધ હોવાથી વેક્સિન લગાવવા લાઈન લાગી.
કાપડ બજાર કે હીરા બજારમાં પ્રવેશ પર પણ પ્રતિબંધ હોવાથી વેક્સિન લગાવવા લાઈન લાગી.

45 વર્ષથી વધુના તમામ વેપારીઓએ રસી મૂકાવી લેવા જાહેનામુ
સુરતમાં 45 વર્ષથી વધુના તમામ વેપારીઓ માટે પાલિકાએ રસી ફરજિયાત કરી દેવાનું જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે. દુકાન, કરિયાણા, મોલ, મલ્ટિપ્લેક્સ ઇન્ડસ્ટ્રીઝ તેમજ ટેક્સટાઇલ અને હીરા બજાર અને હીરા યુનિટના તમામ વેપારીઓ અને કર્મચારીઓને આ નિયમ લાગુ પડશે. વેક્સિન લીધા બાદ દુકાન બહાર પહેલો ડોઝ લીધો હોવાના બોર્ડ પણ લગાવવા પડશે. જે વેપારીઓ કે કર્મચારીઓ દ્વારા વેક્સિન લેવામાં નહીં આવે તેમને કાપડ બજાર કે હીરા બજારમાં પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવાયો છે. આ માટે પાલિકા અને પોલીસની સંયુક્ત ટીમો પણ ચેકિંગ માટે તૈનાત કરવામાં આવી છે.

સુરત શહેરના તમામ વેક્સિનેશન સેન્ટર પર લાઈનો લાગી છે.
સુરત શહેરના તમામ વેક્સિનેશન સેન્ટર પર લાઈનો લાગી છે.

ફરજિયાત રસીનો નિયમ કોને લાગુ પડશે
સુરત શહેરના તમામ દુકાનદારો, કરિયાણા, મોલ, મલ્ટિપ્લેક્સ, ઇન્ડસ્ટ્રી, ટેક્સટાઇલ માર્કેટ, હીરા બજાર અને હીરા યુનિટના તમામ વેપારી-કર્મચારીને લાગુ પડશે.

ટેક્સટાઇલ માર્કેટમાં રસીકરણ કરાશે
તમામ બજારોમાં 45 વર્ષથી ઓછીની ઉંમરના વેપારી અને કર્મચારીઓના આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ હશે તો જ તેમને પ્રવેશ આપવામાં આવશે. કાપડના 22 ટેક્સટાઇલ માર્કેટમાં વેક્સિન સેન્ટર પણ શરૂ કરવા માટે કવાયત હાથ ધરાઇ છે. અહીં ટેસ્ટ અને વેક્સિનની કામગીરી શરૂ કરવામાં આવશે. તમામ સ્થળોએ સુરત મહાપાલિકાના અધિકારીઓ દ્વારા ચકાસણી કરાશે. જો કોઈ વ્યક્તિ જાહેરનામાનું ભંગ કરતાં જણાય તો હુકમનો અનાદર કરનારની સામે ઇન્ડિયન પીનલ કોડની કલમ -188 તથા એપેડેમીક ડીસીઝ એકત-1897 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

કાપડ બજારમાં આ સ્થળેથી રસી મૂકાવી શકાશે

 • જે.જે એસી ટેક્સટાઈલ માર્કેટ
 • શિવ શક્તિ ટેક્સટાઈલ માર્કેટ
 • ગુડલક ટેક્સટાઈલ માર્કેટ
 • અભિષેક ટેક્સટાઈલ માર્કેટ
 • અનુપમ ટેક્સટાઈલ માર્કેટ
 • જશ ટેક્સટાઈલ માર્કેટ
 • રિજેન્ટ ટેક્સટાઈલ માર્કેટ
 • 451 ટેક્સટાઈલ માર્કેટ
 • સાગર ટેક્સટાઈલ માર્કેટ
 • મહાવીર ટેક્સટાઈલ માર્કેટ
 • કુબેરજી ટેક્સટાઈલ માર્કેટ
 • શ્યામ ટેક્સટાઈલ માર્કેટ
 • મિલેનિયમ ટેક્સટાઈલ માર્કેટ
 • રઘુકુળ ટેક્સટાઈલ માર્કેટ
 • ટેક્સટાઈલ ટાવર
 • સુરત ટેક્સટાઈલ માર્કેટ
 • ટેક્સટાઈલ માર્કેટ
 • જગદંબા ટેક્સટાઈલ માર્કેટ
 • યુનિવર્સલ ટેક્સટાઈલ માર્કેટ
 • અંબાજી ટેક્સટાઈલ માર્કેટ
 • પદમાવતી ટેક્સટાઈલ માર્કેટ
 • કોહીનુર ટેક્સટાઈલ માર્કેટ
 • શ્રી મહાલક્ષ્મી ટેક્સટાઈલ માર્કેટ
 • વણકરસંગ ટેક્સટાઈલ માર્કેટ
 • સિલ્ક સિટી ટેક્સટાઈલ માર્કેટ
 • રાધાક્રિષ્ના ટેક્સટાઈલ માર્કેટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here