Friday, September 17, 2021
Homeસુરત : પતિના કબજામાં રહેલા સગીર પુત્રને જોવા-મળવા પરણીતાની માંગને કોર્ટની મંજુરી
Array

સુરત : પતિના કબજામાં રહેલા સગીર પુત્રને જોવા-મળવા પરણીતાની માંગને કોર્ટની મંજુરી

ઘરેલું હિંસાના કેસમાં પોતાના પતિના કબજામાં રહેલા બે સગીર સંતાનોના વચગાળાની વીઝીટીંગ રાઈટ્સની અરજી ને આજે એડીશ્નલ સીનીયર સીવીલ જજ તથા જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કે. એમ. રાઠોરે મંજુર કરી પરણીતાને અઠવાડીયાના બે દિવસ અને વાર-તહેવારે બાળકોનો કબજો સોંપી ઘરે લઈ જવા દેવા પતિને હુકમ કર્યો છે.

કોસાડ ખાતે રહેતા મીનાબેનના લગ્ન મે-2011માં અમરોલીમાં રહેતા જયેશભાઈ સાથે થયા હતા.લગ્ન જીવન ના ટુંકાગાળામાં ત્રણ સંતાનોના જન્મ બાદ પતિ-સાસરીયા દ્વારા ઘરેલું હિંસા આચરીને મીનાબેનને નાના પુત્ર સાથે ઘરમાંથી માર મારી કાઢી મુક્યા હતા.જ્યારે બાકીના બે સંતાનોનો કબજો પતિ-સાસરીયાએ પોતાની પાસે રાખીને તેમના કુદરતી વાલી હોવા છતાં મીનાબેનને મળવા દેતા નહોતા.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments