Friday, March 29, 2024
Homeસુરત : હજારોની ભીડ જામતા આયોજકો સામે ગુનો દાખલ,સ્થાનિક PSI અને જમાદાર...
Array

સુરત : હજારોની ભીડ જામતા આયોજકો સામે ગુનો દાખલ,સ્થાનિક PSI અને જમાદાર સસ્પેન્ડ

- Advertisement -

એક તરફ કોરોના મહામારીએ તાપી જિલ્લામાં ઉથલો માર્યો છે ત્યારે બીજી તરફ સરકારે કોવીડ-19ના સંક્રમણને અટકાવવાના ભાગરૂપે જાહેર કરેલ ગાઇડ લાઇનનો નિઝર તાલુકાના વેલદા ગામે મંગળવારે રાત્રીના સમયે યોજાયેલા એક લગ્નપ્રસંગે સરેઆમ ભંગ કરી લોકોના મોટા ટોળા ભેગા કરવામાં આવ્યા હતા અને ડીજેના તાલે હજારો લોકો ઝૂમ્યા હતા.આ અંગે નો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું.આયોજકો સામે જાહેરનામાંના ભંગ બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.સાથે જ સ્થાનિક PSI અને જમાદારને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં.બીજી તરફ સુરતના માંગરોળ જિલ્લાના વેરાકૂઈનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે.

લોકોએ ડીજેના તાલે ભેગા મળીને નાચગાન કર્યું હતું.
લોકોએ ડીજેના તાલે ભેગા મળીને નાચગાન કર્યું હતું.

વેરાકૂઈનો વીડિયો પણ વાઈરલ
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વેરાકૂઈ ગામે આવેલા હોળી ફળિયામાં પણ લગ્ન પ્રસંગે લોકોના ટોળા એકઠા થયા હોવાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં ભાજપના કાર્યકર્તા ઇદ્રિશભાઇ મલેકની દીકરીનો લગ્ન પ્રસંગમાં કોવિડ-19 ની ગાઈડ લાઈનનો ભંગ થયો હતો. લોકો મોટી સંખ્યામાં એકઠા થઈને ગરબે ઘૂમવાની સાથે સાથે ડાન્સ કરતા પણ જોવા મળ્યાં હતાં.

સોશિયલ ડિસ્ટન્સથી લઈને માસ્ક પણ લોકોએ પહેર્યા નહોતાં.
સોશિયલ ડિસ્ટન્સથી લઈને માસ્ક પણ લોકોએ પહેર્યા નહોતાં.

સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો
હાલ ગુજરાત સહીત સમગ્ર દેશમાં કોરોના મહામારીનો બીજો તબક્કો ચાલી રહ્યો છે અને રોજેરોજ પોઝિટિવ કેસ મળી આવવાની સંખ્યામાં જયારે વધારો નોંધાઈ રહ્યો છે. તેવાં સમયમાં હજી કેટલાક લોકો કોરોનની ગાઇડલાઇનનો ભંગ કરી લગ્નપ્રસંગે મોટા ટોળા ભેગા કરી બેદરકારી દાખવી રહ્યા છે.નિઝર તાલુકાના વેલદા ગામે રહેતા જોગાભાઇ ભીખાભાઇ પાડવીને ત્યાં મંગળવારે રાત્રિના સમયે યોજાયેલા લગ્નપ્રસંગે મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થઇ હતી અને આ મેળાવડામાં ભેગા થયેલ લોકોએ કોઈ પણ જાતના ડિસ્ટન્સની પરવા કર્યા વિના ડી.જે ના તાલે ગરબા રમ્યા હતા અને ડાન્સ કર્યો હતો.

પત્રિકામાં જ નૃત્ય સંગીતના કાર્યક્રમની જાહેરાત કરાઈ હતી.
પત્રિકામાં જ નૃત્ય સંગીતના કાર્યક્રમની જાહેરાત કરાઈ હતી.

આયોજકો સામે ગુનો દાખલ
આયોજકો એવાં જોગાભાઇએ લગ્ન પ્રસંગે છપાવેલ કંકોત્રિમાં પણ ડીજે સહિતનો નાચ ગાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હોવાની બાબતનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારે પોલીસ તંત્ર આ બાબતે ઊંઘતું ઝડપાયું છે .બુધવારે સવારે વેલદા ગામે લગ્નપ્રસંગે હજારો લોકો ગરબે ઘૂમતા હોવાનો વીડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ જાગ્યા હતા.પોલીસ તંત્ર દ્વારા લગ્નના આયોજકો એવાં જોગાભાઇ પાડવી અને ડી જેના માલિક દિલીપ વિરજી કોટવાળીયા અને આશિષ રામજી વસાવા બંને (રહે.સાદડાપાણી તા.ઉમરપાડા) સામે જાહેરનામાં ભંગ બદલ નિઝર પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

અગાઉ પણ ગુના દાખલ થયેલા
આ અગાઉ પર તુલસી વિવાહ વખતે ડોસવાડા ગામે અને હવે વેલદા ગામે હજ્જારોની સંખ્યામાં લોકો ભેગા કરી નાચગાન કરવાના બનાવ નોંધાયા છે. એ વખતે પણ પૂર્વ મંત્રી દ્વારા ટોળા એકઠા કરીને પોતાની પૌત્રીની સગાઈ અને તુલસીવિવાહના નામે ડાન્સ કરાવાયો હતો. ત્યારે જવાબદાર લોકો સામે દાખલા રૂપ કાર્યવાહી કરવામાં આવે એ હાલના તબક્કે જરૂરી બની ગયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular