સુરત : જ્યાં સવારે 6 વાગ્યાથી ભીડ જામતી હતી ત્યાં આજે કાગડા ઉડી રહ્યા છે

0
6

સુરત શહેર જિલ્લામાં કોરોનાનો કહેર ફરી જોવા મળી રહ્યો છે. જેને પગલે પાલિકા દ્વારા દુકાનદારો-વેપારીઓ માટે ફરજિયાત વેક્સિનનું જાહેરનામુ બહાર પાડી દેવામાં આવ્યું છે. ત્યારે ફર્ફ્યૂ અને કોરોનાના કેસોના કારણે નાના દુકાનદારોની હાલત કફોડી થઈ ગઈ છે. ચા-નાસ્તાવાળાઓને વધુ નુકસાન થઈ રહ્યું છે. ભાગળ વિસ્તારમાં જ્યાં સવારે 6 વાગ્યાથી ભીડ જામતી હતી ત્યાં આજે કાગડા ઉડી રહ્યા છે.

લારી પર આજે એકલ-દોકલ ગ્રાહકો આવે છે
સુનિલ ભજીયાવાલા(ભજીયાની લારી ચલાવનાર)એ જણાવ્યું હતું કે, ભાગળ શાકભાજી માર્કેટ વિસ્તારમાં ભાજીયાની લારી ચલાવતા મારા પિતાને 75-80 વર્ષ થઈ ગયા, પણ છેલ્લા 14 દિવસથી ગ્રાહકી જ નથી દેખાતી, બે-બે પાણીમાં ભજીયા બનતા હતા, બપોરે 3 વાગ્યા સુધી પાણી પીવાનો સમય મળતો ન હતો, ત્યાં આજે માખી ઉડાડી રહ્યા છીએ. 250 ગ્રામ ભજીયા બનાવી લારી ખુલ્લી રાખી રહ્યા છીએ. પહેલા 500 સ્વાદ રસિયા ગ્રાહકો નાસ્તા માટે બુમો પાડતા હતા એ લારી પર આજે એકલ-દોકલ ગ્રાહકો આવે છે. ધંધો કરવામાં મન પણ નથી લાગતું, મારી નાસ્તાની લારી માત્ર ભાગળ વિસ્તારમાં જ નહીં પણ સુરતના 80 ટકા વિસ્તારમાં ખ્યાતનામ છે એની પાછળનું એક માત્ર કારણ છે મારા સ્વાદિષ્ટ ભજીયા, અહીંયા લોકો મેથીના અને દાળ વડા સાથે બટાકા, રતાળુ પુરીની મજા માણવા આવતા કાયમી ગ્રાહકો છે. ભલે 100-150 ગ્રામ જ ખાય પણ સવાર આ ગ્રાહકોથી જ શરૂ થતી હતી. જે ગ્રાહકો હવે દેખાતા સુધ્ધાં નથી.

નાસ્તાની લારીઓ પર એકલ દોકલ ગ્રાહક જ આવી રહ્યા છે.
નાસ્તાની લારીઓ પર એકલ દોકલ ગ્રાહક જ આવી રહ્યા છે.

આવી પરિસ્થિતિ રહી તો માનસિક સ્થિતિ 100 ટકા બગડશે
સુનિલએ વધુમાં જણાવ્યું હતું કે, આની પાછળ ક્યાંક માહામારી કોરોનાના વધતા કેસો પણ હોય શકે, ક્યાંક સરકારની એસઓપીનો ડર, ક્યાં પછી મંદીનો માર પણ હોય શકે, બસ આવા કારણોને લઈ ધંધા રોજગાર માંદા એટલે કે એમને પણ કોરોના થઈ ગયો હોય એમ કહી શકાય છે. સોમવારની સવારનો સૂરજ તો ઉગે જ છે પણ 14 દિવસથી ગ્રાહકીનો સુરજ નથી ઉગતો, આવું જ રહ્યું તો માનસિક સ્થિતિ 100 ટકા બગડશે. નાના વેપારીઓ માટે ગ્રાહકો જ ભગવાન સમાન હોય છે અને એજ ન દેખાય તો આર્થિક ચિંતા કરતા વેપારની ચિંતા જ ચિતા બની જતી હોય છે.

ગત રોજ રવિવારી બજાર પણ બંધ કરાવાઈ હતી.
ગત રોજ રવિવારી બજાર પણ બંધ કરાવાઈ હતી.

3-4 મજૂરોનો પગાર પણ માથે પડી રહ્યો છે
સુનિલએ વધુમાં જણાવ્યું હતું કે, મારી પડોશમાં એક ચા વાળા છે તેને તો ગ્રહણ લાગી ગયું હોય એમ કહે છે કે, નાસ્તો કરવા વાળા હવે ચા નથી પિતા અને ચા પીવા વાળા હવે નાસ્તો નથી કરી રહ્યા આવા દિવસ ક્યારેય નથી જોયા. 3-4 મજૂરોનો પગાર પણ માથે પડી રહ્યો છે. કાઢી પણ શકાય નહીં વર્ષોથી આજ નાસ્તાની લારી પર કામ કરતા આવ્યા છે. આટલા વર્ષોથી જે માણસોએ લારી સાચવી હવે એને સાચવવાની જવાબદારી સ્વીકારવી પડે એ દિવસો જોઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here