Tuesday, September 28, 2021
Homeસુરત : ગંભીર દર્દીઓની સંખ્યા સામે પ્લાઝમા ડોનરની સંખ્યામાં ઘટાડો
Array

સુરત : ગંભીર દર્દીઓની સંખ્યા સામે પ્લાઝમા ડોનરની સંખ્યામાં ઘટાડો

દેશમાં કોરોના માહામારીના સમયમાં પ્લાઝમા થેરાપીએ આજદિન સુધીમાં અનેક દર્દીઓને સાજા કર્યા હોવાનું સામે આવ્યું છે. સુરત સિવિલ હોસ્પિટલમાં જ લગભગ 405 કોરોના વોરિયર્સોએ 800-900 જેટલા દર્દીઓ માટે પ્લાઝમા ડોનેટ કરી માનવતાનું ઉદાહરણ આપ્યું છે. રોજના 15-20 જેટલા દર્દીઓ માટે પ્લાઝાની માગ ઉભી થઇ રહી છે. જેની સામે માત્ર 5-6 જણા જ પ્લાઝમા ડોનેટ કરી રહ્યા હોવાનું સિવિલ લેબોરેટરી હેડ એન્ડ ઇન્ચાર્જ મયુર જરગ કહી રહ્યા છે.

પ્લાઝમા માટે કોરોનામુક્ત થયેલા લોકોના કાઉન્સેલિંગ પણ કરાય છે.
પ્લાઝમા માટે કોરોનામુક્ત થયેલા લોકોના કાઉન્સેલિંગ પણ કરાય છે.

માગ સામે દાત્તા ઓછા આવે છે
મયુર જરગ (સિવિલ લેબોરેટરી હેડ એન્ડ ઇન્ચાર્જ)એ જણાવ્યું હતું કે, કોરોનાના બીજા વેવમાં પ્લાઝમા ડોનર ઘટ્યા છે. વેક્સિન લેનાર વ્યક્તિ 28 દિવસ સુધી પ્લાઝમા ડોનેટ ન કરી શકે એ પણ એક પ્લાઝમા ડોનર ઘટ્યા હોવાનું કારણ કહી શકાય છે. હાલ સિવિલની ત્રણ કોવિડ બિલ્ડિંગમાં 1500-1600 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેને લઈ રોજના 15-20 દર્દીઓ માટે પ્લાઝમાની માગ આવી રહી છે. રોજના 10-12 ડોનર જોઈએ એની જગ્યાએ 5 ડોનર પ્લાઝમા આપી રહ્યા છે.

એક કરતાં વધુ વખત પણ પ્લાઝમા આપી શકાય છે.
એક કરતાં વધુ વખત પણ પ્લાઝમા આપી શકાય છે.

ફોન કરીને કાઉન્સેલિંગ કરાય છે
સુરત સિવિલ હોસ્પિટલ અને સ્મીમેરમાંથી પ્લાઝમા ફ્રી આપવામાં આવે છે. એ પણ સિવિલના જ નહીં ખાનગી હોસ્પિટલના દર્દીઓને પણ આનો લાભ મળે છે. આવી માહામારીમાં કેટલાક ડોનર સિવિલ આવતા ડરે છે. એમને જાગૃત કરવા માટે લેબોરેટરીના કર્મચારીઓ રોજના 150-200 જણાને ફોન કરીને પ્લાઝમા ડોનેટ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. 1000-1500 દર્દીઓના લિસ્ટમાંથી 150 દર્દીઓ ડોનરની લાયકાતમાં ફીટ હોય છે. જેની સાથે વાર્તાલાપ અને કાઉન્સેલીગ બાદ 50 જણા તૈયાર થતા હોય છે.

પ્લાઝમાં ડોનર છ મહિના સુધી કોરોનામુક્ત થયા બાદ પ્લાઝમાં આપી શકે છે.
પ્લાઝમાં ડોનર છ મહિના સુધી કોરોનામુક્ત થયા બાદ પ્લાઝમાં આપી શકે છે.

કોઈ સાઈડ ઈફેક્ટ થતી નથી
2020-2021માં સુરત સિવિલ હોસ્પિટલની લેબમાંથી 800 દર્દીઓને ફ્રી પ્લાઝમા અપાયા હતા. એટલે કે 900 યુનિટ પ્લાઝમા લેબને મળ્યા હતા. છેલ્લા 6 મહિના પહેલા સજા થઈ પરત ફરેલા કોરોના વોરિયર્સના જ પ્લાઝમા દર્દીઓને ઉપયોગી નીવડે છે. એક વર્ષમાં 405 પ્લાઝમા ડોનરો પ્લાઝમા ડોનેટ કર્યા છે. જેમને કોઈ સાઇડ ઇફેક્ટ થઈ નથી. એ એક પલાઝમાં ડોનરો માટે જીવતું ઉદાહરણ છે.

પ્લાઝમા લાંબા સમય સુધી બ્લડ બેંકમાં સાચવી શકાય છે.
પ્લાઝમા લાંબા સમય સુધી બ્લડ બેંકમાં સાચવી શકાય છે.

પ્લાઝમા એક વર્ષ સુધી સચવાય છે
કોરોના પોઝિટિવ દર્દીઓને શરૂઆતના સમયમાં જ પ્લાઝમા ચઢાવવામાં આવે તો તેની સારી અસર આવે છે. AB બ્લડ ગ્રુપવાળાનું પ્લાઝમા દરેક ગ્રૂપના દર્દીઓને આપી શકાય છે. એ ખૂબ જ સારી વાત છે. પ્લાઝમાં ડોનર 5 મહિના સુધી દર 15માં દિવસે પ્લાઝમા ડોનેટ કરી શકે છે. ડોનેટ લીધેલા પ્લાઝમા 1 વર્ષ સુધી સાચવી શકાય છે. 3 કરતા વધારે વાર પ્લાઝમા ડોનેટ કરવાવાળા 10-15 કોરોના વોરિયર્સોએ અનેક દર્દીઓના જીવ બચાવવામાં મદદ કરી છે એ સાચા કોરોના વોરિયર્સ તરીકે ઓળખાય રહ્યા છે.

સિવિલ અને સ્મિમેરમાંથી મફતમાં પ્લાઝમાં અપાય છે.
સિવિલ અને સ્મિમેરમાંથી મફતમાં પ્લાઝમાં અપાય છે.

પ્લાઝમા ડોનેશનની પ્રક્રિયા
પ્રિડોનેશન ટેસ્ટિંગમાં હિમોગ્લોબિન બ્લડગ્રુપ્ અને પ્રોટીન ટેસ્ટ કરવામાં આવે છે ત્યારે બાદ કોવિડ-19 IgG એન્ટીબોડી ટેસ્ટિંગકરવામાં આવે છે. પરીક્ષણો નોર્મલ રહેશે તો પ્લાઝ્મા દાન લેવામાં આવશે.આ એક લોહીના ડોનેશન જેવી જ પ્રક્રિયા છે, જેમાં ડીસ્પોઝેબેલ સ્ટરાઈલ કીટની મદદથી ઓટોમેટિક એફેરેસીસ મશીનથી લેવાય છે.મશીનમાં લોહીના કણોને પ્રવાહી ભાગથી અલગ કરાય છે, અને કણોને ડોનરના શરીરમાં પાછા દાખલ કરાય છે.આ રીતે એક વારમાં 500 મીલી પ્લાઝમા લઇ શકાય છે.આ એક સાદી અને સલામત પ્રક્રિયા છે, અને ડોનર 15 દિવસ પછી ફરીથી પ્લાઝમા આપી શકે છે.

હાલમાં જરૂરીયાત કરતાં ઓછા પ્લાઝમાં મળે છે.
હાલમાં જરૂરીયાત કરતાં ઓછા પ્લાઝમાં મળે છે.

કોણ પ્લાઝમા ડોનેટ કરી શકે છે?
પ્લાઝમા આપવા માટે ઉંમર 18 થી 60 વર્ષની વચ્ચેની હોવી જોઈએ. પુરુષો કે માતા ન બનેલ સ્ત્રીઓ, જેમનું વજન 50 કિલો કે તેથી વધુ હોવું જોઈએ. કોવિડ- 19ના લક્ષણો સંપૂર્ણ પણે સારા થયા પછી 28 દિવસ અને તેના 6 મહિનાથી વધુ નહીં. કોવિડ- 19 રસી જે તે વ્યક્તિ કે જે કોવિડ -19નાં લક્ષણો સારા થયા પછી અને રસીના 28દિવસ પછી આપી શકાય છે. ડાયાબિટીસ અને હાયપરટેન્શન મોઢેથી લેવાતી દવાથી કન્ટ્રોલમાં હોય તો તે વ્યક્તિ પણ પ્લાઝમા દાન આપી શકે છે.

પ્લાઝમા ડોનેશનની પ્રક્રિયા સામાન્ય અને આડઅસર વગરની છે.
પ્લાઝમા ડોનેશનની પ્રક્રિયા સામાન્ય અને આડઅસર વગરની છે.

કન્વલેસન્ટ પ્લાઝ્મા શું છે?
જ્યારે કોઈ વ્યક્તિને કોરોના વાયરસનો ચેપ લાગે ત્યારે અને કોવીડ-૧૯નો રોગ થઇ શકે છે. આ રોગ સામે એના શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ તરીકે આ વાયરસ સામે એન્ટીબોડી બનવા લાગે છે. આ એન્ટીબોડી પ્લાઝમામાં એટલે કે લોહીના પ્રવાહી ભાગમાં હોય છે. આ એન્ટીબોડી સાથેના લોહીના પ્રવાહી ભાગને “કોનવેલેસન્ટ પ્લાઝમા કહેવામાં આવે છે. આ લોહીના પ્રવાહી ભાગનું ડોનેશન લોહીના ડોનેશનની જેમ જ થઇ શકે છે. જે વ્યક્તિને કોવીડ – ૧૯ નો રોગ થઇ ગયા પછી એ સારો થઇ જાય છે, ત્યારે એના લોહીમાં એન્ટીબોડીનું પ્રમાણ ઘણું હોય છે. આવા કોનવેલેસન્ટ પ્લાઝમાને કોવી- સના રોગથી બીમાર દર્દીને આપવાથી દદી રોગ સામે લડી શકે છે અને ઝડપથી સાજો થઇ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments