Saturday, September 25, 2021
Homeસુરત : ડીઇઓએ ઓન પેપર ગરીબ વાલીઓને શોધી કાર્યવાહી કરવા સ્કૂલોને આદેશ
Array

સુરત : ડીઇઓએ ઓન પેપર ગરીબ વાલીઓને શોધી કાર્યવાહી કરવા સ્કૂલોને આદેશ

પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

આરટીઇમાં પહેલો રાઉન્ડ જાહેર થતા ડીઇઓએ ઓન પેપર ગરીબ વાલીઓને શોધી કાર્યવાહી કરવા સ્કૂલોને આદેશ કર્યો છે. શહેરની 8 સ્કૂલમાં કે.જીની 55 હજાર સુધીની ફી ભરતા 161 વિદ્યાર્થીઓએ એ જ સ્કૂલમાં આરટીઈ હેઠળ ધો.1માં પ્રવેશ લેતા તપાસના આદેશ કરાયા છે.

સ્કૂલ સંચાલકો કહે કે, નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજીમાં રૂ. 25થી રૂ. 55 હજાર સુધીની ફી ભરનારા તથા ઘરમાં એસી રાખતા અને કારમાં ફરતા વાલીઓ આ વખતે ઓનપેપર ગરીબ બન્યા છે. આવા વાલીઓને કારણે આરટીઇ હેઠળ પ્રવેશમાં ગરીબ બાળકો વંચિત રહી જતા હોય છે. જેથી તેઓને લાભ આપવા માટે અમે તપાસ કમિટી બનાવી છે.

ખોટી રીતે પ્રવેશ મેળવ્યા હશે તો કડક કાર્યવાહી થશે

વાલીઓએ ખોટી માહિતી આપીને આરટીઇ અંતર્ગત ધોરણ 1માં પ્રવેશ મેળવ્યો હોવાની મૌખિક ફરિયાદ સંભળાય છે. જેથી તેની તપાસ કરાશે અને તેમાં કોઈ વાલી ઓનપેપર ગરીબ મળી આવશે તો તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે. :- ડીઇઓ, સુરત

અમારી વેસુ, અડાજણ, પાલનપુર પાટીયા અને ડભોલી સ્કૂલમાં આરટીઇ હેઠળ ધો.1માં 116 વિદ્યાર્થીઓ ફાળવાયા છે. તેમાંથી 52 અમારે ત્યાં જ નર્સરી, જુનિયર અને સિનિયર કેજીમાં અભ્યાસ કરતા હતા. 18 વાલી સારી પોસ્ટ પર છે અને 35 વાલી સારી નોકરી કરે છે.11 વાલી મજૂરી કરે છે. :- ટ્રસ્ટી,એલ.પી.સવાણી ગ્રુપ

આરટીઇ અંતર્ગત અમારે ત્યાં 27 વિદ્યાર્થી ફાળવાયા છે. પ્રવેશ લેનારા કેટલાક વાલીઓ પહેલા રૂ. 22થી 55 હજાર સુધીની ફી ભરતા હતા. :-ટ્રસ્ટી, ભૂલકા વિહાર સ્કૂલ

અમારે ત્યાં આરટીઇ અંતર્ગત ફાળવાયેલા 45 વિદ્યાર્થીમાંથી 3 અમારી સ્કૂલના છે. જેમના વાલી સારી પોસ્ટ પર નોકરી કરે છે.20 વાલીનો પગાર રૂ. 20 હજાર છે. ગરીબ અને જરૂરિયાતમંદ 22 વાલી છે. :- પ્રિન્સિપાલ, પ્રેસિડેન્સિ સ્કૂલ

અમને 45 વિદ્યાર્થી ફાળવાયા છે.3 અમારી જ સ્કૂલમાં છે. તેઓના વાલી નર્સરી, સિનિયર અને જુનિયર કેજીમાં 55 હજાર સુધી ફી ભરતા હતા.:- ટ્રસ્ટી, વસિષ્ઠ વિદ્યાલય

આરટીઇ અંતર્ગત અમારી સ્કૂલમાં 15 વિદ્યાર્થીઓ ફાળવાયા છે. જેમાંથી 3 વિદ્યાર્થી અમારે ત્યાં જ નર્સરી, સિનિયર કેજી અને જુનિયર કેજીમાં અભ્યાસ કરતા હતા. 12 નવા વિદ્યાર્થી છે. જેમના વાલી છૂટક મજૂરી કરી રહ્યા છે. અમારી તપાસ કમિટીએ તપાસ શરૂ કરી છે. :- ટ્રસ્ટી, સનગ્રેસ સ્કૂલ

આ સ્કૂલોની તપાસ

સ્કૂલ પ્રવેશ ઓનપેપર
અપાયો ગરીબ વાલી
એલ. પી. સવાણી ગ્રુપ 116 105
સનગ્રેસ સ્કૂલ 15 3
ભૂલકાં વિહાર સ્કૂલ 27 27
વસિષ્ઠ વિદ્યાલય 45 3
પ્રેસિડન્સી સ્કૂલ 45 23
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments