Monday, October 18, 2021
Homeસુરત : લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં રેમડેસિવિર ઇન્જેક્શન મળી...
Array

સુરત : લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં રેમડેસિવિર ઇન્જેક્શન મળી રહ્યા નથી

સુરત શહેરમાં કોરોના સંક્રમણના વધતા કેસ અને દર્દીઓ અને ક્રિટિકલ કન્ડિશન જોતા રેમડેસિવિર ઇન્જેક્શનની માંગમાં નોંધનીય વધારો થઈ રહ્યો છે. દર્દીના સંબંધીઓ કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં ઇન્જેક્શન મળી રહ્યા નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, બે દિવસ પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણી રેમડેસિવરની વ્યવસ્થા કરી હોવાનું જણાવ્યું હતું. જોકે, હાલતમાં કોઈ સુધારો નથી થયો, આજે પણ લોકો લાઈનમાં કલાકો ઉભા રહે છે છતાં ઈન્જેક્શન મળી રહ્યા નથી.

સુરત સાથે સરકારનો અન્યાય

રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ, સુરત સહિત મહાનગરોમાં રેમડેસિવીર ઇન્જેક્શનનો જથ્થો અપાયો જે અંતર્ગત સુરત શહેરમાં અમદાવાદ કરતા વધુ મોત હોવા છતા ઇન્જેક્શનનો જથ્થો ત્રણ ગણો ઓછો આપવામાં આવ્યો છે. એટલે કે અમદાવાદને 18 હજારથી વધુ ઇન્જેક્શન અપાયા છે. જ્યારે સુરતને માંડ 6706 ઇન્જેક્શન આપવામાં આવ્યા છે. પાલિકા કમિશનરે સરકાર સમક્ષ 10 હજાર ઇન્જેક્શનની માંગણી કરી હતી. આ ઉપરાંત વડોદરાને 4151 જ્યારે રાજકોટને 3878 ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. સુરતમાં કલેક્ટર દ્વારા 25 જેટલી હોસ્પિટલોને આ ઇન્જેક્શનનો જથ્થો સપ્લાય કરવામાં આવ્યો હતો. ઇન્જેક્શનનું વિતરણ નવી સિવિલ હોસ્પિટલમાંથી જ કરવામાં આવ્યું હતું.

તડકામાં લોકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે.

તડકામાં લોકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે.

શહેરની સ્થિતિ ખૂબ ભયાવહ

સુરત સિવિલ કેમ્પસમાં રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે લાંબી કતારો જોતા શહેરની સ્થિતિ ખૂબ ભયાવહ થઈ રહી છે. તાજેતરમાં જ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સુરતમાં સમીક્ષા બેઠક કરી હતી જેમાં તમામ દર્દીઓને પૂરતા પ્રમાણમાં ઇન્જેક્શન મળી રહેશે એ પ્રકારની વાત કરી હતી પરંતુ તેના કરતાં સુરત શહેરમાં સ્થિતિ વિપરિત જોવા મળી રહી છે. રેવડી સિનિયર ઇન્જેક્શન ખાનગી હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ માટે ડો મંગાવી રહ્યા છે દર્દીઓના સંબંધી ઇન્જેક્શન લેવા માટે સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા છે. પરંતુ સમયસર ઇન્જેક્શનો નથી મળી રહ્યા અને પૂરતા પ્રમાણમાં પણ જે માંગ છે. તેની સામે ઇન્જેક્શન ની સંખ્યા ખૂબ જ ઓછી જણાઇ રહી છે.

કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં ઈન્જેક્શન મળી રહ્યા નથી.

કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં ઈન્જેક્શન મળી રહ્યા નથી.

ઈન્જેક્શન માટે ધસારો ખૂબ મોટા પ્રમાણમાં

કોરોના સંક્રમણ વચ્ચે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કોરોના પોઝિટિવ દર્દીઓનીના સંબંધીઓના ધસારો ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા માટે અંદાજે 3થી 4 કલાક સુધી કતારમાં ઉભા રહેવાની ફરજ પડી રહી છે. શહેરમાં જેથી વધુને વધુ વણસી રહી છે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા જે પગલાં લેવામાં આવી રહ્યા છે.

ઈન્જેક્શન ન મળવાના કારણે લોકો નિરાશ થઈને પરત ફરે છે.

ઈન્જેક્શન ન મળવાના કારણે લોકો નિરાશ થઈને પરત ફરે છે.

વેન્ટિલેટરની જરૂરિયાત મોટા પ્રમાણમાં

કોરોના સંક્રમણ વધતાની સાથે જ મોટાભાગના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફની સમસ્યાઓ પણ વધુને વધુ સામે આવી રહી છે. વેન્ટિલેટરની જરૂરિયાત મોટા પ્રમાણમાં ઊભી થઈ છે. પરંતુ હાલ સીમિત વેન્ટિલેટર આધારે જ કોવિડ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

છેલ્લા 24 કલાકમાં કંઈ હોસ્પિટલને કેટલા ઈન્જેક્શન અપાયા

હોસ્પિટલ ઇન્જેક્શન
સંજીવની 12
ધર્મજીવન સર્જિકલ 20
આઇડીસીસી 30
સ્ટાર હોસ્પિટલ 3
યોગી બાળકોની તથા જનરલ 6
ક્રિષ્ના હોસ્પિટલ 10
શિવમ હોસ્પિટલ 3
કલ્પ મેડિકલ 3
રૂદ્રા જનરલ 3
શ્રધ્ધા મલ્ટિસ્પેશ્યાલિટી 12
રતનદીપ હોસ્પિટલ 9
સારથી હોસ્પિટલ અને પ્રસુતિ ગુહ 6
સત્તાધાર હોસ્પિટલ 10
બીએપીએસ હોસ્પિટલ 100
પહલ હોસ્પિટલ 2
વી-કેર હોસ્પિટલ 7
આષુતોષ હોસ્પિટલ 10
શિવમ ઓર્થોપેડિક 4
સિધ્ધિ વિનાયક 20
યુનિટી ટ્રોમા સેન્ટર 150
અનુભવ હોસ્પિટલ 20
એવરશાઇન બાળકોની 10
જંગબારવાલા ક્લિનિક 3
બુરહાની હોસ્પિટલ 30
શ્રી જનરલ હોસ્પિટલ 3
ક્રિષ્ણા હોસ્પિટલ 10
અમરદિપ હોસ્પિટલ 8
સ્વાઅુબા હોસ્પિટલ 24
યુનિક હોસ્પિટલ 20
રિધ્ધી સિધ્ધી હોસ્પિટલ 4
શ્રધ્ધા મલ્ટી સ્પેશ્યાલિટી 6
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments