સુરત : સીસી રોડનું મેયર હેમાલી બોઘાવાલાએ ઉદ્‌ઘાટન કર્યું હોવા છતાં ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ પણ રિબીન કાપી

0
0

પાલિકાના રાંદેર ઝોને શીતલ ચાર રસ્તા પાસે જૂના પોંકનગરના દેવીપૂંજક વસાહત ખાતે સીસી રોડ બનાવ્યો છે. રવિવારે સવારે આ નવા રોડનું ઉપરા છાપરી બે વખત ઉદ્ઘઘાટન કરી દેવાતાં આશ્ચર્ય સર્જાયું છે, મેયર હેમાલી બોઘાવાલાએ ઉદ્‌ઘાટન કર્યા બાદ ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ પણ રિબીન કાપી હતી. એનાથી વિશેષ વાત એ છે કે, રાંદેર ઝોનને તો તે અંગેની જાણ સુદ્ઘા ન હતી.

ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ પણ રિબીન કાપી હતી.
ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ પણ રિબીન કાપી હતી.

સવારે પોણા દશ કલાકે પહેલું ઉદ્ઘઘાટન મેયર હેમાલી બોઘાવાલાએ કર્યું હતું તો ત્યાર બાદ 10.30 કલાકે ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા ઉદ્‌ઘાટન કરાયું હતું. એટલું જ નહીં ત્યાર બાદ સ્થાનિક કોર્પોરેટર કેયૂર ચપટવાલાએ પણ નારિયેળ ફોડી ઉદ્‌ઘાટન કર્યું. એક નવો રસ્તો અને ઉપરા છાપરી ઉદ્‌ઘાટનનો કરવામાં આવતાં વિવાદ થયો છે. આ બે વારનો ઉદ્‌ઘાટન કાર્યક્રમ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here