Friday, September 17, 2021
Homeસુરત : ડોક્ટરોએ પિકનિક પ્લાન કરતાં વિવાદ સર્જાયો
Array

સુરત : ડોક્ટરોએ પિકનિક પ્લાન કરતાં વિવાદ સર્જાયો

સુરત શહેર-જિલ્લામાં કોરોનાના કેસ 15 દિવસ પછી ફરી એક વખત વધ્યા છે. મંગળવારે શહેરમાં 8 જ્યારે જિલ્લામાં 3 કેસ નોંધાયા છે, જોકે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. રાજ્યમાં કુલ 30 કેસ નોંધાયા છે, એમાંથી સૌથી વધુ સુરત શહેર-જિલ્લામાં 11 નોંધાયા છે. બીજી તરફ, ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન-સુરત પાંખ દ્વારા હાફ ડે પિકનિકનો પ્લાન કરતાં વિવાદ થયો છે. એક તરફ, હરવા-ફરવા પર સંયમ રાખવા માટે આઈએમએ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે તો બીજી તરફ ડોકટરોએ સમૂહમાં પિકનિકનું આયોજન કર્યું છે.

ડોકટરો કહે છે કે રિલેક્સેશન માટે સામાન્ય આયોજન છે પણ રિસોર્ટ મોટો હોવાથી સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહેશે. પિકનિકમાં ભાગ લેવો હોય તો 500 રૂપિયા રજીસ્ટ્રેશન ફી રાખવામાં આવી છે. ભાગ લેનારા દરેક ડોકટરોએ પોતાના વાહનમાં આવવાનું રહેશે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

ડોક્ટરોનો દાવો: અમે કોવિડના તમામ નિયમોનું પાલન કરીશું

કાર્યક્રમમાં તબીબો જ છે

રિલેક્સેશન માટે યોજાયેલા આ કાર્યક્રમમાં ફક્ત ડોક્ટરો જ છે અને તમામ ડોક્ટરો વેકસિનના 2 ડોઝ લઈ ચુક્યા છે. આખી એક્ટિવિટી આઉટર છે અને મોટી સ્પેસમાં આયોજિત કરવામાં આવી છે. – ડો.દિપક તોરાવાળા

સેનેટાઈઝરની વ્યવસ્થા છે

ડોક્ટરોની હાફ ડે પિકનિક મામલે ડો. હરેશ ભાવસારે જણાવ્યું હતું કે, આયોજનમાં કોરોનાની ગાઈડલાઇનનું ધ્યાન રાખવામાં આવશે જ. સાથે જ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઈઝર સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. :- ડો. હરેશ ભાવસાર

ગાઈડલાઈનનું પાલન થશે

ડોક્ટરોના રિલેક્સેશન માટે આ એક સામાન્ય આયોજન છે. કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરવામાં આવશે.રિસોર્ટમાં મોટી જગ્યામાં આયોજન હોવાથી સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાય રહેશે. :- હિરલ શાહ, એસોસિયેશનના પ્રમુખ

તબીબોએ વેક્સિન લીધી છે

હાફ ડે પિકનિકમાં તમામ પ્રકારના નિયમો ફોલો કરવામાં આવશે. ગાઈડલાઈન પ્રમાણેનું જ આયોજન છે. મોટા ભાગના તબીબોએ વેક્સિન લઈ લીધી છે એટલે કોઈ સમસ્યા નથી. તબીબો પૂરતી સાવચેતી રાખશે. :- ડો.સુરેન્દ્ર પ્રજાપતિ

આઉટડોર પિકનિકમાં કેટલા તબીબો જશે તે હજી નક્કી નથી

ઉભરાટમાં રવિવારે આયોજિત થનારી હાફ ડે પાર્ટીમાં કેટલા ડોક્ટર ફેમિલી ભાગ લેશે એ હજી નક્કી નથી.રજિસ્ટ્રેશન ચાલુ છે. સંપૂર્ણ સરકારી ગાઈડલાઈન પાલન સાથે આયોજન કરવામાં આવશે.

હજી રજીસ્ટ્રેશન ઓપન

અત્યાર સુધીમાં 5 ડોક્ટર ફેમિલીએ રજીસ્ટ્રેશન કરાવી દીધું છે. આખા આયોજનમાં તમામ લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરશે. હજુ પણ કાર્યક્રમમાં આવવા માંગતા તબીબો માટે રજીસ્ટ્રેશન ઓપન છે. :- ડો. રોનક નાગોરિયા, સેક્રેટરી, IMA

બીજી તરફ સરકારે ત્રીજી લહેર માટે સિવિલમાં સંકલનની બેઠક યોજી

નવી સિવિલમાં રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના નેજા હેઠળ આયોગના ચેરપર્સન ડૉ. જાગૃતિબેન પંડ્યાના અધ્યક્ષ સ્થાને કોરોનાની સંભવિત ત્રીજી લહેર અંગે સંકલન બેઠક યોજાઈ હતી. બેઠકમાં બાળકો માટે 126 બેડ સહિત અંદાજીત 38 જેટલા પીડિયાટ્રિક્સ ઇન્ટેન્સીવ કેર યુનિટ અને હાઈ ડીપેન્ડેન્સી યુનિટ બેડ તૈયાર કરવા સૂચના અપાઈ હતી. ખાસ કરીને સિવિલમાં બાળકોને એકલતા નહિ લાગે તે માટે કાર્ટુન, રમકડા ધરાવતો ચાઈલ્ડ ફ્રેન્ડલી વોર્ડ તૈયાર કરવામાં આવશે તેવું જણાવાયું હતું.

સંકલન બેઠકમાં ડૉ.જાગૃતિબેન પંડ્યાએ જણાવ્યું હતું કે, ‘રાજ્યનાં 33 જિલ્લાઓ, 251 તાલુકાઓ અને 18000 ગામડાઓમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા અને બાળકોને કોરોનાથી સંરક્ષિત કરવા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. પ્રથમ તબક્કામાં ગ્રામ્ય સ્તરે કોરોનાને અટકાવવાની તૈયારીઓ પાયા કક્ષાએથી થઇ રહી છે અને આજે સુરતથી બીજા તબક્કાની આરોગ્યની વિવિધ સમિતિઓ સાથે સંકલન કરી કોરોનાની સામે લડત આપવા માટેની રણનીતિ તૈયાર કરવામાં આવી છે.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments