Sunday, September 19, 2021
Homeસુરત : સિવિલમાં તબીબો કહે છે- 70 ટકા દવા અને 30 ટકા...
Array

સુરત : સિવિલમાં તબીબો કહે છે- 70 ટકા દવા અને 30 ટકા ભોજનથી દર્દીઓ ઝડપથી સાજા થાય છે

કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. હોસ્પિટલમાં બેડ ખૂટી પડે એટલા દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફ થાકી જાય તેટલા દર્દીઓ દાખલ થઈ રહ્યા છે. ત્યારે હિંમત હાર્યા વગર તબીબો દર્દીઓની રાત દિવસ જોયા વગર સેવા ચાકરી કરી રહ્યાં છે. સિવિલ હોસ્પિટલના કોવિડ-19માં કોરોના પોઝિટિવ દર્દીઓને પોતાના હાથે ભોજન અને ફ્રુટ જ્યુસ પીવડાવી ડોક્ટરો માનવતાનું ઉત્તમ કામ કરી રહ્યાં છે. રેસિડેન્ટ ડૉક્ટર રાહુલ અમીનનું માનવું છે કે, કોરોના સામે 70 ટકા દવા તો 30 ટકા ખોરાક કામ કરી રહ્યો છે. જે કોરોનાને હરાવવામાં મદદરૂપ થઈ રહ્યું છે.

ડો.રાહુલ અમીનનું કહેવું છે કે, દવા અને ભોજન કોરોના સામે બન્ને મહત્વના હથિયાર છે
ડો.રાહુલ અમીનનું કહેવું છે કે, દવા અને ભોજન કોરોના સામે બન્ને મહત્વના હથિયાર છે

સતત PPE કિટ પહેરવી પડે છે
ડો. રાહુલ અમીન (રેસિડેન્ટ સર્જરી વિભાગ)એ જણાવ્યું હતું કે, કોરોનાનો બીજો વેવ ઘાતક સાબિત થઈ રહ્યો છે. ત્યારે આ મહામારી સામે લડવા દર્દીઓએ જ નહીં પણ સગાઓ અને ડોક્ટરોનો મહત્વનો રોલ છે. એક ડૉક્ટર લગભગ 8-10 કલાક સતત PPE કિટ પહેરી આટલી ગરમીમાં દર્દીની સારવાર જ નહીં પણ દેખરેખ સાથે દર્દીઓના ભોજનનું પણ ધ્યાન રાખતા હોય છે. જેટલી દવા અસર કારક હોય છે એટલું જ ભોજન પણ દર્દીઓને કોરોના સામે લડવા મજબૂત બનાવે છે. એવા હેલ્ધી ફૂડ લઈને કોરોના સામે સાજા થયેલા દર્દીઓને પણ જોયા છે.

તબીબો રાત દિવસ જોયા વગર સતત દર્દીઓની સેવા ચાકરી કરી રહ્યાં છે.
તબીબો રાત દિવસ જોયા વગર સતત દર્દીઓની સેવા ચાકરી કરી રહ્યાં છે.

તબીબો સહિત કામ કરે છે
આજે સુરત સિવિલ હોસ્પિટલની ત્રણેય બિલ્ડીંગોમાં લગભગ 1500-2000 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. દરેક ફ્લોર પર ICU યુનિટ બનાવવામાં આવ્યું છે. 150 જેટલા HOD, AP અને આસિ. પ્રોફેસરોની અંડરમાં 500થી વધુ રેસિડેન્ટ-ઇન્ટન દર્દીઓની સેવામાં કાર્યરત છે. જેમાં મોટાભાગના રેસિડેન્ટ કે ઇન્ટર્ન છેલ્લા ત્રણ મહિનાથી ઘરે પણ નથી ગયાં. જેઓ સતત ત્રણ પાળીમાં કામ કરી રહ્યા છે. સવારે નાસ્તો કરી PPE કીટ પહેર્યા બાદ બપોરે 2 વાગે જ ફ્રી થતા હોય છે. સતત દર્દીઓનું મોનિટરીગ અને દેખરેખ પાછળ સમય આપતા આ માહામારીના સમયમાં ડોક્ટરો મશીન બની ગયા હોય એમ કહી શકાય છે.

એલર્ટ રહેવું ખૂબ જરૂરી
સૌથી અઘરું કામ તો વોર્ડમાં હોય છે. દરેક દર્દીઓના ઓક્સિજન લેવલ તપાસવાના અને 90 કે તેથી ઓછું શરીરનું આવી જાય અને બહારથી ઓક્સિજન આપવા છતાં વધે નહીં તો અને શ્વાસો શ્વાસ ખૂબ વધી જાય તો ICUમાં શિફ્ટ કરી વેન્ટિલેટર કે બાયપેપ પર મૂકવા અને સતત મોનિટરીગ કરવું. ત્યારબાદ ICUના દર્દીઓની જો વાત કરીએ તો કેટલાક દર્દીઓ એવા હોય છે કે, જેમને લઘુશંકા કે કુદરતી હાજત માટે ઓક્સિજન હટાવવું હિતાવહ નથી હોતું. એટલે બેડ પર જ આ બધી વ્યવસ્થાઓ કરવાની હોય છે. આ સમયને જ ડોક્ટરો માટે એલર્ટ સમય કહેવાય છે. એટલે જ ડોક્ટરો કહે છે કોરોનાના દર્દી પાસે સાજા થવાના બે હથિયાર છે એક દવા અને બીજું ભોજન, આ માત્ર દર્દીઓ માટે જ નહીં પણ એમના સગાઓએ પણ ફોલો કરવો જરૂરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments