સુરત : ડોક્ટરોએ કહ્યું, ‘અમે બધું કરવા તૈયાર, પણ દવા નથી એટલે હાથ બંધાયેલા છે’

0
8

કોરોનાના કારણે સ્થિતિ કેટલી વણસી છે તે જાણવા શહેરના 10 નામાંકિત તબીબો સાથે વાત કરી હતી. તમામનો એક સૂર હતો કે ‘અમે બધુ કરવા તૈયાર છીએ પણ દવા નથી એટલે હાથ બંધાયેલા છે. હવે ભગવાન જ બચાવે.’ એપલ હોસ્પિટલના ડોક્ટર અલ્પેશ પરમારે જણાવ્યું હતું કે, અમેરિકા-યુરોપ જેવા દેશોમાં મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઘણું મોટું છે છતાં ત્યાં કોરોનાને કાબૂમાં રાખી શકાયો નથી. લોકડાઉન લગાવો તો પણ મર્યાદિત સમય માટે રાહત થાય પણ પછી તેવી જ સ્થિતિ ઉભી થાય એમ છે. આવા સંજોગોમાં લોકો નહીં સમજે તો ભગવાન જ બચાવી શકશે. આઇએમએના પાસ્ટ પ્રેસિડન્ટ ડો. વિનોદ શાહે જણાવ્યું હતું કે, ચૂંટણી પતી છે, જીતેલા-હારેલા તમામ ઉમેદવારોએ પોતાની નૈતિક ફરજ સમજીને ચૂંટણીમાં પેજ પ્રમુખ બનાવી લોકોને વોટ આપવા માટે વિનંતી કરી હતી તેમ વેક્સિન માટે સમજાવવા જોઇએ.

સુરતમાં વધતા કોરોનાના કેસની સ્થિતિ જોઈને ગઈ કાલે મુખ્યમંત્રી સહિના મંત્રીઓએ અચાનક જ બેઠકનું આયોજન કર્યું હતું
સુરતમાં વધતા કોરોનાના કેસની સ્થિતિ જોઈને ગઈ કાલે મુખ્યમંત્રી સહિના મંત્રીઓએ અચાનક જ બેઠકનું આયોજન કર્યું હતું

સ્થિતી આઉટ ઓફ કંટ્રોલ છે, હોસ્પિટલોને ઓક્સિજન પણ મળતો નથી
વીક એન્ડ લોકડાઉનની જરૂર છે

છેલ્લા બે દિવસથી રેમડેસિવીર અને ટોસિલિઝુમેબ ઇન્જેક્શનની ખૂબ અછત છે. તબીબો તો લોકોનો ઇલાજ કરશે જ પણ સરકારે પણ દવાનો જથ્થો પૂરો મળી રહે તેની ખાસ તકેદારી રાખવાની જરૂર જણાઈ રહી છે. કરફ્યુનો સમય બદલીને સાંજે 7 વાગ્યાનો કરવો જોઈએ. લોકોએ પણ નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. – ડો. સમીર ગામી, ચેસ્ટ ફિઝિશિયન

ઓક્સિજનની ખપત 4 ગણી વધી
સ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ છે. આ સ્ટેજ પર જો એક વીક કે તેનાથી વધુ લોકડાઉન કરવામાં આવે તો પણ સ્થિતિમાં થોડો સુધારો થઈ શકે છે. હોસ્પિટલોમાં બેડ ખાલી જ નથી. ઓક્સિજન પણ મળતો નથી. ઓક્સિજન પૂરો થઈ જાય તો શું કરવું? તેની કોઈ જ ચોક્કસ વ્યવસ્થા નથી. સરકારે આ વિષય પર પણ કોઈ ખાસ વ્યવસ્થા કરવી જોઈએ. – ડો. દિપક વિરડિયા, યુનિક હોસ્પિટલ

સ્થાનિક નેતા લોકોને સમજાવે
કોઈપણ લક્ષણ ન હોય તો પણ વ્યક્તિ પોઝિટિવ હોઈ શકે. સરકાર પાસે પણ ઘણા લિમિટેશન હોય. સરકાર જો લોકડાઉન આપે તો ઘણું આર્થિક નુકસાન થાય. લોકલ લેવલે કોર્પોરેટરર્સ, સ્થાનિક નેતા પોતાના વિસ્તારના લોકોએ સમજાવી શકે. કોઈ એરિયા વાઇઝ લોકડાઉન થાય તો પણ થોડો ફરક પડી શકે છે. – ડો. તરેશ પટેલ, ચેસ્ટ ફિઝિશિયન

સ્થિતી કંટ્રોલ બહાર જઈ રહી છે
સ્થિતિ કંટ્રોલ બહાર જઈ રહી છે એટલે સરકારે પણ કડક પગલા ભરવા જોઈએ. ગયા વર્ષે જે પગલા લેવાયા હતા તેવા જ લોકડાઉનના પગલા લેવા જોઈએ. જે સ્થળે જરૂર વગરની ભીડ ભેગી થતી હોય તેવી જગ્યાઓ સરકારે બંધ કરાવવી જોઈએ. વેન્ટિલેટર માટે કોઈપણ હોસ્પિટલમાં તપાસ કરો તો મળશે જ નહીં, એવી સ્થિતિ છે.- ડો. મીલન મોદી, ચેસ્ટ ફિઝિશિયન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here