Thursday, October 28, 2021
Homeસુરત : પોલીસ-પાલિકાના બેવડાં ધોરણ; હીરાના મોટા વેપારીને રાત્રે 8 સુધી તો...
Array

સુરત : પોલીસ-પાલિકાના બેવડાં ધોરણ; હીરાના મોટા વેપારીને રાત્રે 8 સુધી તો નાનાને 3 વાગ્યા સુધી જ છૂટ!

સુરતમાં કોરોના સંક્રમણને કારણે છેલ્લા ઘણા સમયથી ડાયમંડ અને ટેકસટાઇલ માર્કેટ બંધ હતી. સરકારે જાહેરાત કરતા ડાયમંડ અને ટેકસટાઇલના મેન્યુફેક્ચરિંગ યુનિટો શરૂ કરાયા હતા. હીરા લે-વેચ કરતી મોટી ઓફિસો રાત્રે 8 સુધી ખુલ્લી રાખવા મંજૂરી અપાઈ છે પણ મહિધરપુરાના નાના વેપારીઓને બપોરે 3 વાગ્યે લે-વેચ બંધ કરવા પોલીસ રંઝાડતી હોવાની ફરિયાદ ઉઠી છે.

હીરા વેપારીઓનું માનવું છે કે, તંત્ર દ્વારા કોઈ કારણસર બેવડી નીતિ અપનાવી રહી છે. પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓ પણ અમારી નાની ઓફિસોમાં આવી તપાસ કરી હેરાન કરે છે. બીજી તરફ મોટી ઓફિસોમાં એક પણ અધિકારી જતો નથી. તમામ નીતિ નિયમ જાણે ફક્ત નાના વેપારીઓ માટે જ છે. રાજ્ય સરકારની નીતિને કારણે નાના વેપારીઓની મુશ્કેલી વધી રહી છે.

કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે અમે તમામ નીતિ નિયમનું પાલન કરીને ઓફિસ ખોલવાે કોર્પોરેશનના અધિકારીઓને જાણ કરી પરંતુ અમારી રજૂઆત સ્વીકારાઈ નથી. જેથી તમામ યુનિટ બંધ જેવી સ્થિતિમાં હોય નાના વેપારી કામદારોની હાલત કફોડી બની છે.

સોશિયલ ડિસ્ટન્સ સાથે કામગીરી છતાં મંજૂરી નહીં

નાના વેપારીઓેને મુશ્કેલી થઈ રહી છે, પરંતુ પોલીસ દ્વારા મંજૂરી અપાઈ નથી. અમે પોલીસને રજૂઆત કરી કે, સોશિયલ ડિટન્સિંગ સાથે જે કામ કરી રહ્યા છે પણ મંજૂરી મળી નથી. > નંનલાલ નાકરાણી, ડાયમંડ બ્રોકર એસોસિએશન

અમે કામ નહીં કરીએ તો ઘર કેવી રીતે ચાલશે?

નાના વેપારીઓ સાથે ઓરમાયુ વર્તન થઈ રહ્યું છે. 3 ના ટકોરે પોલીસ આવીને નાના વેપારીઓને હેરાન કરે છે.હીરા-લે વેચની મોટી ઓફિસોમાં પોલીસ કંઈ કરતી નથી. અમે કામ નહીં કરીએ તો ઘર કેવી રીતે ચાલશે.> ધૈવત શાહ, હીરા વેપારી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments