- Advertisement -
સુરતઃ સચિન વિસ્તારમાં ડુપ્લીકેટ નોટો છાપવાનું કૌભાંડ ઝડપાયું છે. પોલીસ રેડ કરી ડુપ્લીકેટ નોટો છાપવાનું કારખાનું ઝડપી પાડવામાં આવ્યું હતું. જેમાં પોલીસ 80 લાખની ડુપ્લીકેટ નોટ કબજે કરી છે. અને બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રિન્ટર મશીન કબજે કર્યું
સચિન વિસ્તારમાં ડુપ્લીકેટ નોટ છાપવામાં આવતી હોવાની જાણ થતા પોલીસ રેડી કરી હતી. જેમાં 84 લાખની ડુપ્લીકેટ નોટ મળી આવી હતી. તપાસ કરતા એચપીના પ્રિન્ટર મશીનમાં ડુપ્લીકેટ નોટો છાપતા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ એક પ્રિન્ટર મશીન પણ કબજે કર્યું છે. અને કાનજી રણછોડ ભરવાડ અને સુનિતા લક્ષ્મણ ભાઉની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે એક મુખ્ય આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.