સુરત : બેંકોની હડતાળમાં 350 બ્રાંચના કર્મચારીઓ જોડાયા

0
2

સરકાર દ્વારા બૅન્કોના ખાનગીકરણ સામેના વિરોધમાં દેશભરની રાષ્ટ્રીયકૃત બૅન્કોના કર્મચારીઓએ આગામી આજથી બે  દિવસની હડતાળનો પર ઉતરી ગયા છે.શહેરમાં આવેલી 11 નેશનલાઈઝ્ડ બેંકની 350 શાખાના કુલ 15 હજાર કર્મચારી હડતાળમાં જોડાયા છે. બે દિવસમાં અંદાજે 600 કરોડના ટ્રાન્ઝેક્શન અટવાઈ રહ્યું છે, ત્યારે હડતાળીયા કર્મચારીઓમાંથી યુનિયનના નેજા હેઠળ ઘોડદોડ રોડ પર કર્મચારીઓએ દેખાવો કરીને સરકારની નીતિ સામે વિરોધ પ્રદર્શિત કર્યો છે.

કર્મચારીઓએ સરકારની નીતિઓનો વિરોધ કર્યો હતો.
કર્મચારીઓએ સરકારની નીતિઓનો વિરોધ કર્યો હતો. 

બેંકના નફામાં ઘટાડો થયો
હડતાળમાં ગુજરાતમાંથી 55000 કર્મચારીઓ અને અધિકારીઓ જોડાયા. સુરતમાં 15 હજાર બેન્ક કર્મચારીઓ આ હડતાળમાં જોડાશે. ગુજરાત બેન્ક વર્ક્સ યુનિયનના આગેવાનોનું કહેવું છે કે, પહેલા સરકારે ખોટ કરતી બેન્કોનું નફા કરતી બેન્કો સાથે વિલીનીકરણ કરીને તે બેન્કોના નફામાં ધરખમ ઘટાડો લાવી દીધો છે.

બેંકના ખાનગીકરણ સામે નારેબાજી કરવામાં આવી હતી.
બેંકના ખાનગીકરણ સામે નારેબાજી કરવામાં આવી હતી.

સરકારે પગલાં લીધા નથી
બેંકના ડૂબતા લેણાં વસૂલાત કરવા માટે સરકારે કોઈ નક્કર કડક પગલા લીધાં નહીં અને હવે લોકમૂડીવાળી બેન્કોને ખાનગીકરણ કરવાથી સામાન્ય માણસની મૂડી સાથે પણ જોખમ ઉભું કરવામાં આવી રહ્યું છે. જેના વિરોધમાં હડતાળ પાડવામાં આવી છે. ઘોડદોડ રોડ સ્થિત બેન્ક ઓફ ઈન્ડિયાની બ્રાંચ ખાતે બેન્ક કર્મચારીઓ એકઠા થઈને વિરોધ નોંધાવીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here