Thursday, October 28, 2021
Homeસુરત : રોજ શહેરમાંથી 261અને જીલ્લામાંથી 15 દર્દી મળી 276 દર્દીઓ કોરોનાને...
Array

સુરત : રોજ શહેરમાંથી 261અને જીલ્લામાંથી 15 દર્દી મળી 276 દર્દીઓ કોરોનાને માત આપી

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 57 હજારને પાર કરી 57136 થઈ ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆં 1142 થયો છે. ગત રોજ શહેરમાંથી 261અને જીલ્લામાંથી 15 દર્દી મળી 276 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચૂક્યા છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 54314 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચૂક્યા છે.

સિવિલ-સ્મીમેરમાં 39 દર્દીની હાલત ગંભીર
શહેર જિલ્લામાં કોરોના ફરીથી કહેર વર્તાવી રહ્યો છે. સાજા થનારા દર્દીઓની સંખ્યા સામે પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થતાં એક્ટિવ કેસમાં સડસડાટ વધારો થઈ રહ્યો છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 1680 થઈ ગઈ છે. સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ 54 દર્દીઓ પૈકી 24 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 6 બાઈપેપ અને 18 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 24 દર્દીઓ પૈકી 15 દર્દીઓ ગંભીર છે. જેમાં 1 વેન્ટિલેટર, 7 બાઈપેપ અને 7 દર્દીઓ ઓક્સિજન પર છે.

પાલિકાના કર્મચારી, વેપારી, વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત
નવા નોંધાયેલા કેસમાં પાલિકાના અડાજણ અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારી, 16 વિદ્યાર્થી, ટેક્સટાઇલ, સાડી, કેમિકલ, મેડીકલ, ઓનલાઇન, એમ્બ્રોઇડરી, ટ્રાન્સપોર્ટ, હેન્ડ લુમ્સ, ગ્રેનાઇટ, યાર્ન, કન્સટ્રકશન, કાપડ વ્યવસાયી સહિત 32 વ્યવયાસી, બેન્ક મેનેજર, હજીરાની વિવિધ કંપનીમાં ત્રણ મેનેજર, ટયુશન શિક્ષક, સ્કૂલ શિક્ષક, ટોરેન્ટ પાવરના એક્ઝિક્યુટીવ, એલ.આઇ.સી એજન્ટ, ફરસાણનાં દુકાનદાર, વેસુમાં આઇસ્ક્રીમનના દુકાનદાર તથા હીરા સાથે સંકાળયેલા 7 અને ટેકસટાઇલ સાથે સંકળાયેલા 23 કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments