સુરત : જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીના EVM સુપ્રત

0
7

રાજ્યભરમાં આવતીકાલે નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આજે અધિકારીઓને શારદાયતન સ્કૂલ ખાતે ઈવીએમ સુપ્રત કરવામાં આવ્યા હતા. સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠક માટેના મતદાનના ઈવીએમ અધિકારીઓને આપવામાં આવ્યા હતા. આ સાથે સુરત જિલ્લા-તાલુકા પંચાયતની બેઠકોના મતદાનને લઈ અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવી હતી.

ઉમેદવારોએ મતદારોનો ખાનગી સંપર્ક શરૂ કર્યો

તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો દ્વારા જોર શોરથી કરવામાં આવેલા ચૂંટણી પ્રચારના પડઘમ શુક્રવારે સાંજે શાંત થયા છે. ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે નગરપાલિકાની 4 બારડોલી-કડોદરા-તરસાડી અને માંડવી, 184 તાલુકા અને 36 જિલ્લા પંચાયતના તમામ રાજકીય પક્ષો દ્વારા મતદારોને રીઝવવા માટે અને બેઠક કબજે કરવા માટે પ્રચંડ પ્રચાર શરૂ કરાયો હતો.પરંતુ 26 ફેબ્રુઆરીની સાંજે પ્રચાર કાર્ય શાંત થયું છે, તો ઉમેદવારોએ મતદારોનો ખાનગી સંપર્ક શરૂ કર્યો છે.

ઈવીએમ સહિતની સામગ્રી ડિસ્પેચ કરવામાં આવી.

ઈવીએમ સહિતની સામગ્રી ડિસ્પેચ કરવામાં આવી.

50,520 મતદારો 49 બુથ પર મત આપશે

બારડોલી નગરપાલિકાના 9 વોર્ડની રવિવારે ચૂંટણીના પડઘમ સાંજે શાંત થયા છે. ગત ટર્મની ચૂંટણીમાં 67.59 ટકા મતદાન થયું હતું. જેમાં ભાજપ 25 બેઠક અને કોંગ્રેસ 11 બેઠક કબ્જે કરી હતી. ત્યારે પાલિકાની આગામી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ પોત પોતાની ગત વર્ષની ચૂંટણીની સરખામણીમાં બેઠક વધારવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. કોંગ્રેસ ચૂંટણીનો ઢંઢેરો જાહેર કરી મતની માંગણી કરી રહ્યા છે. બીજી તરફ ભાજપ નગરમાં ચૂંટણીનો ઢંઢેરો પણ જાહેર કરી શકી નથી. પાલિકાની આગામી સરકાર માટે પુનરાવર્તન કે પરિવર્તન જે રવિવારે 50,520 મતદારો 49 બુથ પર મત આપી નક્કી કરશે.

ચૂંટણીને લઈને અધિકારીઓની જવાબદારીઓ નક્કી કરવામાં આવી.

ચૂંટણીને લઈને અધિકારીઓની જવાબદારીઓ નક્કી કરવામાં આવી.

મતદારો પુનરાવર્તન કે પરિવર્તન નક્કી કરશે

વર્ષ 2015ની બારડોલી નગરપાલિકાની 9 વોર્ડની ચૂંટણીમાં 36 બેઠક માટે 44,502 મતદારોમાંથી 30,079 મતદારોએ મતદાન કર્યું હતું. જેમાં સૌથી વધુ મતદાન વોર્ડ નં. 7માં 76.75 ટકા મતદાન થયું હતું. અન્ય વોર્ડમાં પણ એવરેજ 69 ટકા જેવું મતદાન રહ્યું હતું. માત્ર વોર્ડ નં. 1 અને 2 માં એવરેજ 62 ટકા જેટલું રહ્યું હતું. ભાજપ 25 બેઠક સાથે પાલિકા કબ્જે કરી હતી. બીજી તરફ કોંગ્રેસ પણ 11 બેઠક સાથે મજબૂત દેખાવ કર્યો હતો. રવિવારે ફરી બારડોલી નગરની 5 વર્ષની સરકાર માટે ચૂંટણી છે. આ વખતે 50,520 મતદારો છે. ત્યારે નવી સરકાર નક્કી કરવા 9 વોર્ડમાંથી મતદારો નક્કી કરશે. ભાજપ આ વખતે ચૂંટણી ઢંઢેરા પણ જાહેર કર્યો નથી. બીજી તરફ કોંગ્રેસ પહેલા જ ઢંઢેરો જાહેર કરી ચુકી છે. ત્યારે નગરમાં મતદારોનો મુડ ફરી પુનરાવર્તન કે પરિવર્તન નક્કી કરશે. રવિવારે 49 બુથ પર 87 ઉમેદવારો માટે મતદાન કરશે.

અધિકારીઓને મતદાન મથક સુધી પહોંચાડવામાં આવ્યા.

અધિકારીઓને મતદાન મથક સુધી પહોંચાડવામાં આવ્યા.

બારડોલી નગરના 49 બુથ પર 81 પોલીસ સ્ટાફ તૈનાત કરાયો

બારડોલી નગરપાલિકાની ચૂંટણીમાં 49 બુથ પર 81 પોલીસ સ્ટાફ ફરજ બજાવશે. જેમાં 31 પોલીસ કર્મચારી અને 50 હોમગાર્ડ સામેલ છે. 12 પોલીસની ગાડીનું બારડોલીમાં પેટ્રોલિંગમાં ફરતી રહશે અને ચૂંટણી પ્રક્રિયા સુપેરે પાર પાડવાનો પ્રયાસ કરશે.

મતદાન મથક પર પોલીસ અને અધિકારીઓનો સ્ટાફ તૈનાત રહેશે.

મતદાન મથક પર પોલીસ અને અધિકારીઓનો સ્ટાફ તૈનાત રહેશે.

2 માર્ચના રોજ પરિણામ જાહેર કરાશે

જિલ્લામાં બે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર જાહેર સભાઓ તેમજ રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના ગામડે ગામડે માઈકો લાગવેલી ગાડીઓમાં જાહેરમાં પોતાના પક્ષના ઉમેદવારોને મત આપી જીતાડવાની અપીલો કરવામાં આવી રહી હતી. જે મતદાનના એક દિવસ પૂર્વે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. તો ઉમેદવારો અને સમર્થકો દ્વારા મતદારોનો ખાનગી સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને 28 ફેબ્રુઆરીના રોજ પોતાના તરફી મતદાન કરાવવા માટે મતદારોને મનાવી રહ્યા છે ત્યારે આગામી 2 માર્ચના રોજ જાહેર થનારા પરિણામ પરથી જ કયો પક્ષ સત્તામાં આવે એ જાણી શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here